અમદાવાદ : રાજ્યના પોલીસ વિભાગના કર્મચારી બનીને ગૌણસેવા મંડળના સચિવ સાથે ઓળખાણ હોવાની વાત કરી ત્રણ લોકો સાથે યુવક યુવતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં એક મહિલા પોલીસ કર્મચારીના પિતાનો પણ સમાવેશ થાય છે. આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઇ છે. ગુજરાત ભરતી બોર્ડના સચિવ એન.કે દેસાઇની સહી સિક્કા કરેલી કોપીમાં સરકારી નોકરી અપાવવા પેટે 12 લાખ લીધા હોવાનું લખાણ આપ્યું હતું. સચિવાલયમાં કાર ભાડે મુકવાનું કહી મહિલા પોલીસના પિતાની 17 લાખની ગાડી દારૂની હેરાફેરી માટે બુટલેગરને આપી હતી. શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ આદરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્વ છે: સ્પેશિયલ ઓપરેશન મેડલની જાહેરાત, પાંચ ગુજરાતી પોલીસ અધિકારીઓની પસંદગી

આ અંગેની વિગતે મળતી માહિતી અનુસાર સરસપુરમાં રિદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા હિંમતજાની માધુપુરાના તાવડીપુરામાં બી.એ પંચા એસ્ટેટમાં લક્ષ્મી બફિંગના નામે વેપાર કરે છે. તેમની 20 વર્ષીય પુત્રી પૂજા પોલીસ ટ્રેનિંગમાં છે. જ્યારે 22 વર્ષનો પુત્ર મંથનને સરકારી નોકરી માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓના જ ફ્લેટની બીજા બ્લોકમાં ભાડે રહેતા વિજયસિંહ પરમાર અને સેજલ ભાભોર રહેવા આવ્યા હતા. વિજયસિંહે પોતે પોલીસમાં હોવાનું કહ્યું હતું. તેમણે હિંમતભાઇને મંથનની નોકરી લગાવવાનાં બહાને 1.50 લાખ લીધા હતા. વિજયસિંહે પોતાની સાથે રહેતી સેજલને પણ તેમણે જ સરકારી નોકરીએ લગાવી હોવાનું કહ્યું હતું.


સી પ્લેનના ટિકીટ ઘટાડા વિશે સ્પાઈસ જેટના CMDએ કહી મોટી વાત

આરોપીએ હિંમતભાઇના ભત્રીજાને સરકારી નોકરી આપવાનું કહીને બીજા 6 લાખ અને મંથનના 4.50 લાખ લીધા હતા. આ 12 લાખ સરકારી નોકરી પેટે લીધાનું લખાણ ગુજરાત ભરતીબોર્ડના સચિવ એન.કે દેસાઇના સહી સિક્કાવાળું આરોપીઓને આપ્યું હતું. આ પ્રકારે આરોપીએ મેમનગર ખાતે રહેતા હાર્દિક શાહને પણ સરકારી નોકરીની ખાતરી આપી તેની પાસેથી 7 લાખ લીધા હતા. આ ફ્લેટમાં રહેતા નિમિલ મેડાવા નામે આરોપીએ વિજયા બેન્કમાં 12 લાખની લોન કરાવી ગાડી છોડાવી હતી. આ ગાડી નિમિલને આપવાના બદલે વિજયસિંહે પોતાની પાસે જ રાખી હતી. ગાડી સચિવાલયમાં ભાડે આપવાનું કહીને હિમ્મતભાઇ પાસેથી 17.50 લાખની કાર આરોપીને લેવડાવી હતી. આ ગાડીનું આરોપીને ત્રણ માસ સુધી 43 હજાર ભાડુ આપ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube