ગઠિયાનું પરાક્રમ; સીઝ થયેલી ગાડીના ધંધામાં વળતરની લાલચ આપી બે કરોડની છેતરપિંડી
આરોપી હુસામાં સૈયદ પોતાના પરિચિત વ્યક્તિઓને લોભામણી સ્કીમ સમજવતો હતો જેમાં પોતે ફાઈનાન્સમાં સિઝિંગ થયેલી ગાડીઓને હરાજીમાં સસ્તામાં ભાવમાં ખરીદે છે ત્યારબાદ એક મહિનામાં ગાડીઓ વહેંચી મોટો નફો મળશે...
ઉદય રંજન/અમદાવાદ: લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી આચરતા શખ્સની આર્થિક ગુનાહ નિવારણ શાખાએ ધરપકડ કરી લીધી છે.
આર્થિક ગુનાહ નિવારણ શાખાની ગિરફતમાં ઉભેલા શખ્સનું નામ હુસામા સૈયદ છે. જે મૂળ દરિયાપુર અમદાવાદનો રહેવાસી છે, જેની ધરપકડ લોકોને નાણાં રોકાવી ઊંચું વળતર એટલેકે એક મહિનામાં 10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે જેની કુલ રકમ 02 કરોડ 09 લાખથી પણ વધુ થવા પામી છે તે પૈકી એક ફરિયાદી વળતર કે રૂપિયા નહિ મળતા આર્થિક ગુન્હા નિવારણ શાખાના દરવાજા ખખડાવ્યા છે, ત્યારે EOW ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે હુસામાં સૈયદ ઉપર છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ શાતીરની શુ હતી મોડેસ ઓપરેન્ડી?
આરોપી હુસામાં સૈયદ પોતાના પરિચિત વ્યક્તિઓને લોભામણી સ્કીમ સમજવતો હતો જેમાં પોતે ફાઈનાન્સમાં સિઝિંગ થયેલી ગાડીઓને હરાજીમાં સસ્તામાં ભાવમાં ખરીદે છે ત્યારબાદ એક મહિનામાં ગાડીઓ વહેંચી મોટો નફો મળશે તેમ કહીને પોતાના વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા મેળવી લેતો હતો બાદમાં ખરીદનારને ગાડી કે વળતર આપતો નહોતો. આ પ્રકારે આરોપી ગુનાને અંજામ આપતો હોવાની કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ વર્ણવી છે. લોકોને વિશ્વાસમાં લેવા માટે થઈને આરોપી એક નોટરાઈઝ લખાણ પણ લખી આપતો હતો અને લોકોનો વિશ્વાસ રહે તે માટે બેંકના ચેક પણ આપતો હતો.
ત્યારે અમદાવાદની ગુનાહ નિવારણ શાખાએ આરોપી વિરુદ્ધમાં વધુ પુરાવાઓ એકત્ર કરી આ સમગ્ર છેતરપિંડીના ગુનામાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે, ઉપરાંત કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલા રૂપિયાની ટોટલ છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.