BZ જેવું અમદાવાદમાં પણ એક કૌભાંડ? સૌરાષ્ટ્રના રોકાણકારોના કરોડો રૂપિયા થઈ જશે ચાંઉ?
BZ ગ્રુપ દ્વારા પોન્ઝી સ્કીમ શરૂ કરી છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં પણ આવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં પણ રોકાણકારોએ એક કંપની પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
અમદાવાદઃ એક એવા પ્રકારનું કૌભાંડ જેમાં ઊંચા વળતરનું પ્રલોભન આપીને તમારી પાસેથી રૂપિયા એકઠા કરવામાં આવે.. આ પ્રકારના કૌભાંડને આપણે સામાન્ય રીતે પોન્ઝી સ્કીમ કહીએ છીએ.. 6000 કરોડ રૂપિયાના આ પ્રકારના કૌભાંડ સાથે BZ કંપની હાલ તો ટોંચ પર છે પરંતુ, અમદાવાદ પણ એક આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.. સૌરાષ્ટ્રના કેટલાય ગામોના રોકાણકારોએ અમદાવાદની એક કંપની પર કૌભાંડ કર્યાનો આરોપ લગાવ્યો છે.. જુઓ આ રિપોર્ટ..
અમદાવાદમાં BZ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.. 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીએ ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા આ કંપનીમાં રોકાણ કરેલું છે એવા જામનગરના 30 જેટલા લોકો અમદાવાદ ખાતે કંપનીની ઓફિસે આવી પહોંચ્યા હતા.. અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે 6 વર્ષે નાણા ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે લખો રૂપિયાની રોકાણ કરવાની આ નાણા ચાઉ કર્યાના આક્ષેપ થયા છે.. રોકાણકારોની FD પાકી ગયાના 3 વર્ષ વીતી ચુક્યા હોવા છતાં કંપનીએ રોકાણકારોને કાણી પાઈ આપી નથી..
આ પણ વાંચોઃ 'લવ, સેક્સ ઔર ધોખા' યુવતીને ભારે પડ્યો સોશિયલ મીડિયાનો પ્રેમ, યુવકે શરીરસુખ માણી....
આવા અસંખ્ય લોકો છે જેમના જીંદગીની કમાણી આવી રીતે પોન્ઝી સ્કીમમાં ફસાઈ હોવાની માહિતી છે.. માત્ર જામનગરની શહેરની વાત કરીએ તો, જામનગરનાં 30 લોકો સાથે 5 લાખ કરતા વધુની ઠગાઈ કરવામાં આવી રહી છે.. 6 વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી હતી.. જામનગરની ઓફીસ બંધ જોવા મળી એટલે ભોગ બનનાર અમદાવાદ પહોંચ્યા હતા.. અમદાવાદની આશ્રમ રોડ પાસે આવેલી ઓફીસ પાસે રોકાણકારોએ હોબાળો કર્યો હતો..
અગાઉ કંપની સામે ફરિયાદ પણ થઈ ચૂકી છે..
રોકાણકારોએ અમદાવાદની ઓફિસે હોબાળો કર્યા બાદ કંપનીના ડાયરેક્ટર મીડિયા સામે આવ્યા હતા અને ખુલાસાઓ કરતા કહ્યું હતું કે રોકાણકારો પાસેથી કાયદામાં રહીને નાણા લેવામાં આવ્યા છે, તેમના નાણા અમારી પાસે સલામત છે અને આવનારા 6 મહિનામાં તમામ રોકાણકારોને તેમના નાણા પરત કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ બે-બે પત્ની અને 6 બાળકોનું ભરણપોષણ કરવા શરૂ કર્યું એવું કામ.... સાત વર્ષ બાદ ઝડપાયો
કંપનીના ડાયરેક્ટરનો દાવો છેકે, તમામ લોકોને પોતાની રકમ પરત કરવામાં આવશે પરંતુ, સૌથી મોટો સવાલ એ છેકે, આખરે કેવી રીતે રોકાણકારોના નાણાં યુનિક મર્કલન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની દ્વારા પરત કરવામાં આવશે..
આપણે દરરોજ પોન્ઝી સ્કીમ વિશે સાંભળતા જ હશો.. સહારાના સુબ્રત રોયે પણ પોન્ઝી સ્કીમનો ઉપયોગ કરીને લાખો લોકો સાથે છેતરપિંડી કરી હતી.. શારદા કૌભાંડનો આધાર પણ પોન્ઝી સ્કીમ હતી.. પોન્ઝી સ્કીમના કારણે ઘણા લોકોને એટલું મોટું નુકસાન થયું કે તેમણે આત્મહત્યા પણ કરી લીધી..