મૌલિક ધામેચા / અમદાવાદ: અમદાવાદ (Amhedabad) નાં સોલા પોલીસ સ્ટેશન (Police Station) માં એક મહિલાએ ફરિયાદ નોધાવી છે કે જે યુવક પર દીકરા સમાન વિશ્વાસ મુક્યો હતો તેજ યુવક ઘરમાંથી રોકડ અને દાગીના સહિત કુલ પોણા પાંચ લાખ જેટલી રકમનો ચૂનો ચોપડી ફરાર થઇ ગયો છે. આ મામલે સોલા હાઈકોર્ટ (Sola High Court) પોલીસમાં અગાઉ મહિલા એ અરજી પણ કરી હતી. તેમ છતાં યુવકે વસ્તુ પરત આપવાનાં બદલે માત્ર વાયદા જ કર્યા જેથી અંતે મહિલાએ પોલીસ (Police) ફરિયાદ નોધાવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદની હકીકત એવી છે કે અમદાવાદનાં એસ.જી.હાઇ વે (SG Highway) પર રહેતી એક મહિલા સેટેલાઇટ (Setelight) વિસ્તારમાં હેર કટિંગ (Hair Cutting) શીખવા માટે જતી હતી. તે દરમ્યાન બોપલ (Bopal) ના યુવક પાર્થ પારેખ સાથે સંપર્કમાં આવ્યા અને ફેમીલી સબંધો પણ બંધાયા. જોકે હેર કટીંગ (Hair Cutting) નો કોર્સ પૂર્ણ બાદમાં એક વર્ષ પછી પાર્થ પારેખ (Parth Parekh) નો આ મહિલા પર ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તેની માતાને પથરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી રૂપિયાની જરૂર છે. 

મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર, તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ


જેથી મહિલાએ મદદ કરવાની ખાતરી આપતા પાર્થને તેના ઘરે બોલાવી 5 હજારની મદદ પણ કરી. બાદમાં મહિલા રક્ષાબંધન (Rakshabandhan) માં તેના પિયર ગઈ ત્યારે ભાઈએ આપેલા ૨૫ હજાર રૂપિયા પણ તેણે ઘરના કબાટ મુકેલા બાદમાં બીજે દિવસે પાર્થ મહિલાનાં ઘરે આવ્યો હતો અને મહિલા હેર સ્પા કર્યા બાદ ન્હાવા માટે ગઈ ત્યારે પાર્થ ઘર માં હાજર હતો. 


જો કે પાર્થ સિવાય બીજું કોઈ ઘરે આવ્યું ના હોવાથી મહિલાને આ પૈસા પાર્થ જ લઈ ગયો હોવાની શંકા હતી. આ બાબતે મહિલાએ પાર્થને વાત કરતા પાર્થએ રૂપિયા નહી લીધા હોવાનું કહ્યું પણ બીજા દિવસે પણ મહિલાનાં 5 હજાર રૂપિયા અને કબાટમાં મૂકેલા દાગીના અને મોબાઇલ તપાસ કરતા મળી આવ્યા ના હતા. જેથી શંકાની સોય પાર્થ પારેખ (Parth Parekh) પર જ જતી. 

પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો રોટલી! જમવાનું બનાવતાં પહેલાં જોઇ લો આ વીડિયો


એટલે મહિલાએ સોલા હાઈકોર્ટ (High Court) પોલીસમાં આ બાબતની અરજી કરી. અરજીને પગલે પાર્થના પિતાએ ફોન કરીને દાગીના તેમજ રોકડ પરત કરી આપવાની ખાતરી આપી. જો કે અનેક વાયદા બાદ પરત કર્યા નહી. અને મહિલાએ પાર્થને આ તમામ વસ્તુઓ અને રોકડ રકમ પરત કરવા માટે કહેતા પાર્થ ગોળ ગોળ જવાબ આપતો હતો. માટે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરીને પાર્થને પકડી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube