ઉદય રંજન/અમદાવાદ: ફરી એક વખત અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરી લોન આપવાના બહાને છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ફોર વહીલ કારમાંથી ઝડપાયું છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ સુભાષ બ્રિજ વિસ્તારમાંથી કારમાં કોલ સેન્ટર ચલાવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભારતમાં બેસી અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરનાર કોણ છે આ આરોપીઓ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયબર ક્રાઇમે ધરપકડ કરેલ આરોપીનું નામ ધવલ ખેતીયા અને પૂરવ પંચાલ છે. સાળા બનેવીના સંબંધ ધરાવતા બને ભેજાબાજ આરોપીઓએ બધું પૈસા કમાવવાની લાલચમાં ફેક કોલ સેન્ટર ઊભું કરી CANADIAN BANK OF COMMERCE અને BANK OF MONTREAL નામે લોન આપવાનું કહી છેતરપિંડી આચરતા હતા. જોકે સાયબર ક્રાઇમની ટીમને ચોક્કસ બાતમી મળતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે ફોર વહીલ કારમાં આ આખું બોગસ કોલ સેન્ટર ચાલતું હતું.


આરોપીઓની મોડલ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આરોપીઓએ છેતરપિંડી આચરવા માટે કોઈ એક ઓફિસ કે જગ્યા નહિ પરંતુ કારમાં હરતું ફરતું કોલ સેન્ટર ઉભું કર્યું હતું. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ બંને આરોપી ઓ અગાઉ કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. વધુ પૈસા કમાવવાની લાલચમાં Youtube linkedin નામની એપ્લિકેશન મારફતે ફેક કોલ સેન્ટર વિશે માહિતી મેળવી છેતરપિંડી આચરવામાં શરૂ કર્યું. તેટલું જ નહીં આરોપીઓ એપ્લિકેશનના મારફતે અમેરિકન નાગરિકોના નંબરની લીડ મેળવી કોલ કરતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે.


જોકે હાલ તો સાયબર ક્રાઈમની ટીમે ફોર વ્હીલર કાર, બે મોબાઈલ બે લેપટોપ અને બંને બેંકના ડુબલીકેટ ચેક જપ્ત કરી લીધું છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી છે અને છેતરપીંડી કરેલ પૈસા કેવી રીતે ટ્રાન્સફર કર્યા છે આ તમામ મુદ્દાઓને પોલીસે તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube