અજય શિલુ, પોરબંદર: સતત ભાગતી અને ઝડપી આજની કહેવાતી દુનિયામાં સ્માર્ટફોન ઘણો જ ઉપયોગી છે. પરંતુ સ્માર્ટફોનનો ઉપયોગ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તે હજાર ગણો નુકસાનકારક હોવાનુ પણ સાબિત થઈ ચુક્યુ છે. પોરબંદરમાં પણ આજે અનેક વાલીઓ સ્માર્ટફોનમાં આવતી ગેમને લઈને ચિંતીત જોવા મળી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણના બહાને આજે બાળકો ખતરનાક કહી શકાય તેવી ગેમ્સ રમવાના વ્યસની બની ગયા હોવાથી વાલીઓ દ્વારા આ પ્રકારની ગેમોને તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિશ્વ આજે નાના એવા સ્માર્ટફોનમાં સમાઈ ગયુ છે જે પણ જરુરી માહિતી હોય તે લોકો એક માત્ર સ્માર્ટફોનમાં ક્લિક કરીને જાણકારી મેળવી રહ્યા છે. કોરોના વાયરસને કારણે આજે ભારતમાં પણ ઓનલાઈન શિક્ષણનુ પ્રમાણ વધ્યુ છે. જેથી નાના બાળકોને પણ વાલીઓએ નાછુટકે મોબાઈલ આપવા મજબુર બન્યા છે. પોરબંદર સહિત દેશભરમાં આજે અનેક બાળકો ઓનલાઈન રમાતી ફ્રિ ફાયર નામની ગેમના એડિક્ટેડ બનેલા જોવા મળી રહ્યા છે.

મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોનો વ્હીકલ ટેક્સ કર્યો માફ


ફાયર કરીને હિસંક માનસ બનાવતી આ પ્રકારની ગેમો નાના એવા કુમળા મગજમાં અનેક પ્રકારની આડ અસર ઉભી કરે છે. ભૂતકાળમાં પણ ભારતમાં બેન કરવામાં આવેલ પબજી અને બ્લુ વેલના ગંભીર અને ખુબજ ખરાબ કિસ્સાઓ આપણે જોયા છે જે ગેમની લત્તના કારણે અનેક બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આ પ્રકારની ફ્રિ ફાયર ગેમ કે જે ગેમ બાળકો રમવા મજબુર બને તે રીતે તેઓને વ્યસની કરી રહી છે. ત્યારે આ ગેમની ચુંગલમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા પોરબંદરના આવા જ એક બાળક પાસેથી સાંભળો શુ છે આ ફ્રિ ફાયર ગેમ અને કઈ રીતે તે યુઝરને તેની લત્ત લગાવી રહ્યા છે અને સાથે જ જુદા જુદા રીચાર્જ કરાવી કઈ રીતે પૈસા પડાવી રહી છે.

Farming: ઠંડા પ્રદેશની સ્ટ્રોબેરીની સૌરાષ્ટ્રમાં મબલખ ખેતી, જાણો ખેડૂતો કેવી રીતે કરે છે તગડી કમાણી


પોરબંદર સહિત દેશભરમાં આજે અનેક નાના ભુલકાઓમાં ફ્રિ ફાયર ગેમનુ એટલુ ગાંડપણ જોવા મળી રહ્યું છે કે તેઓને તેમના હોમવર્ક કે પછી જમવા સહિતનું ભાન પણ રહેતુ નથી. પોરબંદરના વાલીઓએ આ મુદ્દે એવુ જણાવ્યું હતું કે,જેમ ડ્રગ્સનુ વ્યસન હોય તેમ આ ગેમનુ પણ બાળકોને એટલી હદે વ્યસન થઈ ગયું છે. આજે ઓનલાઈન શિક્ષણના કારણે બાળકોને મોબાઈલ પણ આપવો પડે છે. 

LRD પુરૂષ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી બાદ કરી અટકાયત


પરંતુ બાળકો ઓનલાઈ શિક્ષણના બદલે આ ગેમ રમવા લાગ્યા છે. આ ગેમ બંધ થાય તો જ આ ગેમના એડિક્ટેડ થયેલ બાળકોને આ ગેમના વ્યસનથી બચાવી શકીએ છીએ જેથી બાળકોના ભવિષ્યને નુકસાન પહોંચાડતી આ ફ્રિ ફાયર ગેમ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે તેવી આ ગેમ રમનાર બાળકોના માતા-પિતા દ્વારા માંગ કરવામાં આવી છે.


સ્માર્ટફોનનો જેમ જેમ સતત વપરાશ વધી રહ્યો છે. તેમ તેમજ માણસ તેનો વ્યસની બની રહ્યો છે. સ્માર્ટ ફોનનો વપરાશ કરતા લોકો આજે કામને બદલે બીનજરુરી રીતે તેનો વપરાશ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ નાના એવા કુમળી માનસિકતા ધરાવતા બાળકોના માનસ પર તો જે રીતે આ પ્રકારની ફ્રિ ફાયર,પબજી સહિતની ગેમોનુ ગાંડપણ જોવા મળી રહ્યુ છે. જે રીતે તેઓ તેને રમવા વ્યસની બની રહ્યા છે. તેને જોતા સરકાર દ્વારા આ પ્રકારની ગેમો પર પ્રતિબંધ લગાવવામાં આવે તે જરુરી બન્યુ છે. વાલીઓ દ્વારા પણ આ મુદ્દે સરકારને રજુઆત કરાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube