હેમલ ભટ્ટ/સોમનાથ :સોમનાથ મંદિર (Somnath Temple) વિશ્વભરમાં આઈકોન પ્લેસ બન્યા બાદ હવે અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ (Somnath trust) અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે. ત્યારે હવે સોમનાથ મહાદેવના દ્વારે આવતો કોઈ પણ યાત્રિક ભૂખ્યો પાછો નહિ જઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઈ તૂટે છે’ તેવુ કહીને ઠાકોર સમાજે મૂક્યો ટિકટોક પર પ્રતિબંધ 


વિનામૂલ્યે ભોજન પિરસવામાં આવશે 
બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દેશ વિદેશથી વર્ષ દરમ્યાન 1 કરોડ જેટલા યાત્રિકો સોમનાથ દર્શને આવતા હોય છે. જેને લઈને યાત્રિકોની સુવિધામાં સરકારના સહયોગથી અને ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સુવિધા કરવામાં આવે છે. તેમાં પણ સરકાર દ્વારા સોમનાથ મંદિર એક આઈકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે, ત્યારે હવે ખુદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સવારે 11 થી બપોરે 3 અને સાંજે 7 થી રાત્રે 11 સુધી સોમનાથ આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે પુર્ણ ભોજન પ્રસાદી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી યાત્રિકોને ગુંદી-ગાંઠીયા વિના મુલ્યે પ્રસાદીરૂપે આપવામાં આવે છે. હાલ જે ટ્રસ્ટનું ભોજનાલય કાર્યરત છે, તેમાં જ નિશુલ્ક ભોજનાલય શરૂ કરવામાં આવશે. જેમા અઢીસો મુસાફરો આરામથી બેસીને ભોજન લઇ શકે તેવી ક્ષમતા છે તેવું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું. 


24 કલાકની અંદર કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો, મદીરા સ્નાન કરનારા તમામ આરોપીઓને પકડ્યા   


લગ્ન માટે મંદિરનો હોલ ભાડે મળશે 
આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિકો અથવા તો બહારના કોઇ પણ યાત્રિકોને 11 હજારમાં લગ્નનો હોલ આપશે. સોમનાથ ટ્રસ્ટમાં કોઇપણ વ્યક્તિ રૂ. 11,000 ભરી લગ્ન માટે ટુરિસ્ટ ફેસિલીટી સેન્ટરનો નવો નકોર અદ્યતન હોલ લગ્નવિધિ માટે મેળવી શકશે. જેમાં ગોર મહારાજ, બાજોઠ, ખુરશીઓ, રહેવા, જાનનો ઉતારો, લગ્નવિધીનું સર્ટીફિકેટ, ડ્રેસીંગ રૂમ જેવી વ્યવસ્થા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...