IPL ફાઇનલની ટિકિટ જેની પાસે હશે, તેને ગુજરાતના આ પર્વત પર મળશે ફ્રી મુસાફરીનો મોકો
Gujarat Titans vs Rajasthan Royals, Final: આઈપીએલ 2022ની 15મી સીઝનની આજે ફાઈનલ મેચ રમવાની છે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ત્યારે કઈ ટીમ સીરીઝ જીતશે તેના પર સૌની નજર છે. સીરિઝ જીતનાર ટીમ પર એવોર્ડની વર્ષા થશે, પરંતુ ટિકીટ ધારકો માટે પણ એક ખાસ ઓફર મળી છે. જો તમારી પાસે IPL ની ફાઇનલ મેચની ટિકીટ છે, અને જો ગુજરાત ટાઈટન મેચ જીતશે તો તમને ગિરનાર રોપ-વેની મફતમાં સફર કરવા મળશે.
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :Gujarat Titans vs Rajasthan Royals, Final: આઈપીએલ 2022ની 15મી સીઝનની આજે ફાઈનલ મેચ રમવાની છે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ત્યારે કઈ ટીમ સીરીઝ જીતશે તેના પર સૌની નજર છે. સીરિઝ જીતનાર ટીમ પર એવોર્ડની વર્ષા થશે, પરંતુ ટિકીટ ધારકો માટે પણ એક ખાસ ઓફર મળી છે. જો તમારી પાસે IPL ની ફાઇનલ મેચની ટિકીટ છે, અને જો ગુજરાત ટાઈટન મેચ જીતશે તો તમને ગિરનાર રોપ-વેની મફતમાં સફર કરવા મળશે.
IPL ની ફાઇનલ મેચની ટિકીટ જેની પાસે હોય, તેને આ ફ્રી મુસાફરીનો મોકો મળશે. IPL ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન જીતે તો રોપ વે ની સફર ફ્રી સવારીની ઓફર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગિરનાર રોપ-વે કંપનીનો ગુજરાત ટીમ પ્રત્યે અનેરો પ્રેમ વ્યક્ત કરીને આ જાહેરાત કરાઈ છે. જેમાં ક્રિકેટ મેચની ટિકિટ બતાવીને રોપ-વે ની મફત સફર કરવાની જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચો : રક્તરંજિત રવિવાર ; રાતથી સવાર સુધી 3 અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા
આ જાહેરાતમાં ટિકિટ ધારકે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, રોપ-વેની સફર એક મહિના માટે વેલિડ છે. આ ફ્રી મુસાફરીમાં 30 મેથી 30 જૂનથી ટિકિટ વેલિડ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગિરનાર રોપ-વે કંપનીએ આ પહેલા પણ ઓલિમ્પિકમાં નીરજ ચોપડા માટે નીરજ નામના વ્યક્તિને રોપ-વે સફર ફ્રીની જાહેરાત કરી હતી. આવા અનેક પ્રસંગે કંપની દ્વારા ગ્રાહકોને આકર્ષક ઓફર આપવામાં આવે છે.
આ પણ વાંચો : મહીસાગરમાં ટ્રકે એવી ટક્કર મારી કે બાઈક પર જતો 4 સદસ્યોનો આખો પરિવાર મોતને ભેટ્યો
આજે ફાઈનલ
લગભગ બે મહિનાની જોરદાર મેચો બાદ IPL 2022ની સીઝન તેની અંતિમ ક્ષણે પહોંચી ગઈ છે. ગુજરાત માટે તેમના હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી જીતવી એ એક શાનદાર મોકો હશે. ગુજરાતની ટીમે અનેક મુશ્કેલીઓ વેઠીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું અને પછી ક્વોલિફાયર રાઉન્ડમાં રાજસ્થાનને હરાવીને ફાઈનલની ટિકીટ મેળવી હતી. જ્યારે રાજસ્થાન માટે 2008માં એકમાત્ર ટાઇટલ જીત્યા બાદ દિવંગત લેગ સ્પિન દિગ્ગજ શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવાની સુવર્ણ તક હશે.
આ પણ વાંચો :
કેદારનાથની ઊંડી ખીણમાં પડ્યો ગુજરાતી યુવક, ભક્તો સાથે ચારધામ યાત્રાએ ગયો હતો, ત્યાં જ અંતિક્રિયા કરવી પડી
સુરત પોલીસે એવા મહાઠગને પકડ્યો, જે પોલીસ બનીને જ્યોતિષીઓને છેતરતો હતો