સ્નેહલ પટેલ/નવસારી: જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ચાલતી રૂઢિપ્રથા ગ્રામસભાને સરકારે ગેરબંધારણીય ઠેરવ્યા બાદ પણ આ સભા ચાલુ રહેતા પોલીસે એક યુવકને આજે ઝડપી પાડતા આદિવાસી સમાજના ટોળાં ચીખલી પોલીસ મથકે ધસી આવ્યા હતા. ચીખલી પોલીસ મથકે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા ઉપર ઉતરીને ચીખલીના પી.આઈ ડી.કે.પટેલ કાયમ આદિવાસી સમાજના વિરોધમાં રહે છે. જેવા આક્ષેપ સાથે પીઆઈ ડી.કે.પટેલ ની બદલી કરવાની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં સુધી પીઆઈની બદલીના કરવામાં આવે ત્યાં સુધી ધરણાં પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો ગત ૩ તારીખે આદિવાસી મહિલાઓ દ્વારા રૈલી કાઢવામાં આવી હતી. જેમાં ૩૦૦૦થી વધુ દારૂના અડ્ડા નવસારી જિલ્લામાં ચાલતા હોય જે બંધ કરાવવા પોલીસને લિસ્ટ આપ્યા હોવા છતાં પણ પોલીસ તેમના વિરૂદ્ધ કામ ન કરતી હોય અને માત્ર અમારા સમાજ ને હેરાન કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.


ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા વડાપ્રધાન મોદી આવશે ગુજરાત પ્રવાસે


આ અંગે જિલ્લા પોલીસ વડા સહિતની સ્ટાફ ચીખલી પોલીસ મથકે પોહચી ગયા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ પીઆઈના વિરોધ અંગે જે માંગ કરવામાં આવી છે જે ને ધ્યાને લેવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમછતાં આદિવાસી સમાજના લોકો પોલીસ મથકે ધરણા પર બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે. આદિવાસી સમાજના વિરોધના પગલે ભાજપના કાર્યકરો આવ્યા સામે હતા. મળતી માહિતી અનુસાર પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો વધુ ગરમાયો હતો.