સુરત એરપોર્ટ રનવે પર 200 કિમીની સ્પીડે દોડાવી કાર, ટાયર ચોંટે છે કે નહિ તે ચેક કરાયું
ફલાઇટ સ્લીપ રોકવા ફ્રિક્શન ટેસ્ટિંગ કરાયું હતું, ફ્લાઇટના ટાયરનું રબર કેટલું ચોટેલું છે તે જાણવા મળ્યું
તેજશ મોદી/સુરત :સુરત એરપોર્ટના રનવે પર પૂરપાટ દોડતી કાર નજર આવી હતી. રનવે પર 200 કિલોમીટરની ઝડપે કાર દોડાવવામા આવી હતી. આવું કરીને રનવેનું ફ્રિક્શન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનનું ટાયર રનવે પર ચોંટી જાય છે કે નહિ તેનું ટેસ્ટિંગ કાર દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, ફ્રિક્શન ટેસ્ટિંગમાં સુરતનો રનવે પાસ થયો છે.
ફિક્શન ટેસ્ટમાં સુરતનો રનવે પાસ થયો તે સુરતવાસીઓ માટે ખુશીના સમાચાર છે. ધોધમાર વરસાદમાં વિમાનનું ટાયર સ્લીપ થાય છે કે નહિ તે ચેકિંગ સુરત એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર 200 કિલોમીટરની સ્પીડે કાર દોડાવી હતી. આવું કરીને રનવે પર ટાયર અને રોડ વચ્ચે થતા ઘર્ષણ બાદ ટાયર રનવે પર ચોંટે છે કે નહિ તે ચેક કરવામાં આવ્યું હતું. એએઆઈની પીળા રંગની મર્સિડીઝ કાર રનવે પર દોડાવવામાં આવી હતી. જેને ડ્રાઈવર દ્વારા 200 કિમીની સ્પીડે દોડાવાઈ હતી.
9.5 ઈંચ વરસાદથી જામનગર જળબંબાકાર, આખી રાત રેસ્ક્યૂ માટે દોડતી રહી ફાયરની ટીમ
રનવે પર ફ્લાઈટ સ્લીપ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. રનવે પર ટાયરનું રબર ચોંટે તો વરસાદમાં ફ્લાઈટ સ્લીપ થવાની શક્યતા રહેલી છે. આ ચેક કરવા માટે ફ્રિક્શન ટેસ્ટ કરવામાં આવતો હોય છે. ટેસ્ટમાં કારના તળિયે મશીન રાખવામાં આવે છે. જે રનવેને ટચ કરતુ હોય છે. આ મશીન ચોંટેલા રબરનું પ્રમાણ જણાવે છે.
જોકે, સમગ્ર ટેસ્ટીંગમાં સુરતનો રન વે પાસ થયો છે. ઓવરઓલ રનવે ફ્રિક્શન વેલ્યૂ 0.66 મળી હતી, જેથી 180 સીટરનું પ્લેન પણ વરસાદમાં સુરક્ષિત લેન્ડ થઇ શકે છે. આ ટેસ્ટ માટે ખાસ કાર અને 4 ટ્રેઇન સ્ટાફની જરૂર પડતી હોવાથી એક ટેસ્ટ પાછળ કુલ 12 લાખનો ખર્ચ થતો હોય છે.
ગુજરાતમાં વરસાદના અન્ય અપડેટ્સ...