સુરતની જ્ઞાન ગંગા સ્કૂલ પાસે આગ, 250 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓના મોતની ઘટનાને 1 મહિનો જ થયો છે ત્યાં ફરી સુરતમાં આગની ઘટના સામે આવી છે. સુરતની જ્ઞાન ગંગા હિન્દી વિદ્યાલયની બાજુમાં આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી.
ચેતન પટેલ, સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓના મોતની ઘટનાને 1 મહિનો જ થયો છે ત્યાં ફરી સુરતમાં આગની ઘટના સામે આવી છે. સુરતની જ્ઞાન ગંગા હિન્દી વિદ્યાલયની બાજુમાં આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટના સર્જાતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્કૂલમાં ભણતા 250 જેટલા વિદ્યાર્થીઓનું રસ્ક્યૂ કરાયું હતું. જો કે, આ ઘટનાની જાણ થતા ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો.
વધુમાં વાંચો:- કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ નોંધાવી ઉમેદવારી
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી જ્ઞાન ગંગા વિદ્યાલયની બાજુમાં દાણાની એક ફકેટરી આવેલી છે. આ ફકટરીમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. તે દરમિયાન ફેકટરીની બાજુમાં આવેલી સ્કૂલમાં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. જોકે ફેકટરીમાં આગ લાગતા આસપાસના સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્કૂલમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.
ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ભાજપમાં 'જોડાય' એ પૂર્વે અલ્પેશ ઠાકોરને મોટો જટકો!!
આ ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણ ફાયર ફાયટરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ફેકટરીમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોચી તે પહેલા ફકેટરીની પાસે આવેલી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જેથી મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.
વધુમાં વાંચો:- ભાજપના રાજ્યસભાના ઉમેદવાર એસ જયશંકર અને જુગલજીએ ભર્યું ઉમેદવારી ફોર્મ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભીષણ આગની મોટી દુર્ઘટનાને હજુ 1 મહિનો જ પૂરો થયો છે. જેમાં આર્કેડમાં આવેલા ક્લાસીસમાં અભ્યાસ કરતા 20થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટનાના બાદ તંત્ર તરફથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા માટે શહેરની તમામ સ્કૂલામાં ચકાસણી કરવામાં આવી હતી અને નોટીસો ફટકારવામાં આવી હતી. જે અંતર્ગત જ્ઞાન ગંગા સ્કૂલને પણ નોટીસ આપવામાં આવી હતી. જોકે, નોટીસ છતાં સ્કૂલમાં ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જુઓ Live TV:-