• એક મિત્રએ બીજા મિત્ર પણ કાચની બોટલથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો

  • સુરતમાં ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે, ગુનેગારો બેખૌફ બની રહ્યા છે


ચેતન પટેલ/સુરત :સુરતમા હત્યા, લૂટ તથા મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. સુરતમાં ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. એક પછી એક બની રહેલી ઘટનાઓને જોતા ગુનેગારોને ખાખી વર્દીનો કોઇ પણ પ્રકારનો ખૌફ ન હોય તેવુ લાગી રહ્યુ છે. સુરતના લિંબાયત વિસ્તારમા અન્યના ઝઘડામા વચ્ચે પડેલા યુવાનને સમજાવવા જતા તેના જ મિત્ર સાથે બોલાચાલી થઇ હતી અને બાદમા વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. જેમા એક મિત્રએ બીજા મિત્ર પણ કાચની બોટલથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : જૂનાગઢમા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, AAP એ કહ્યું-ભાજપના ઈશારે કરાયો


બંને મિત્રો એક ભાઈ-બહેનના ઝઘડામાં પડ્યા હતા 
સુરતના લીંબાયત વિસ્તારમા ક્રાતિનગરમા રહેતા મુસ્તગીન ઉર્ફે કાલુ તથા મિલુ આ બંને મિત્રો છે. બંને મિત્રો કઇ પણ પ્રકારનુ કામકાજ કરતા ન હતા. રાત પડે એટલે સોસાયટીના મેદાનમા બંને બેસતા હતા. દરમિયાન બુધવારના રોજ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામા સોસાયટીમા જ રહેતા સાવા અને નાજિયા નામના બંને ભાઇ બહેન વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા વચ્ચે મિલુ બંને વચ્ચેના ઝઘડામા પડ્યો હતો અને ગાળાગાળી કરી હતી. 


આ પણ વાંચો : અચાનક ગાયબ થયેલા વરસાદ અંગે આવ્યા નિરાશાજનક સમાચાર


ગુસ્સે થયેલા મિલુએ કાચની બોટલથી મુસ્તગીન પર હુમલો કર્યો
મિત્રને ગાળાગાળી કરતા જોતા મુસ્તગીન ત્યાં ગયો હતો અને મિલુને ગાળાગાળી ન કરતા તથા બંને વચ્ચે ના ઝઘડામા ન પડવા માટે કહ્યુ હતુ. મિત્ર મુસ્તગીનની આ વાત સાંભળતા જ મિલુને ગુસ્સો આવ્યો હતો. મિલુએ મુસ્તગીન સાથે ગાળાગાળી કરી હતી. બાદમા આ ગાળાગાળી મારામારી સુધી પહોંચી ગઇ હતી. જ્યા ગુસ્સે ભરાયેલા મિલુએ કાચની બોટલ તોડી તેના કાચ વડે મુસ્તગીન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ મિલુ ત્યાંથી સભાગી છૂટ્યો હતો. બાદમા સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત હાલતમા મુસ્તગીનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડ્યો હતો. જ્યા સારવાર દરમિયાન મુસ્તગીનનુ કરુણ મોત નિપજયુ હતુ. બીજી તરફર લીંબાયત પોલીસે મિલુ વિરુધ્ધ હત્યાનો ગુનોનોંધી તેની અટકાયત કરી હતી.