સામાન્ય લોકોને પડતા પર માટું મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે બે દિવસ બાદ એટલે કે પહેલી એપ્રિલથી હવે વડોદરા અને અમદાવાદ વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે તથા નેશનલ હાઈવે 48 પર ટોલ ફીનો વધારો અમલી કરવામાં આવશે જેના કારણે આ રસ્તે અવરજવર કરતા લોકોના ખિસ્સા પર અસર થઈ શકે છે. આ જાહેરાત આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો થયો વધારો
મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા જે  જાહેરાત કરવામાં આવી છે તે મુજબ વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ  ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે. 


બે દિવસ છે ભારે! ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી


ગુજરાત હાઈકોર્ટને મળ્યા બે નવા જજ: કુલ સંખ્યા 31 પર પહોંચી,જુઓ કોના નામોની થઈ પસંદગી


છેલ્લા શબ્દો...તમને રોવડાવી દેશે! ફાઇનાન્સરે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી એ ખોલ્યા રાઝ


અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH 48) રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કારના હવેથી 150 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારા બાદ હવે સામાન્ય લોકોના ખિસ્સા વધુ ખાલી થશે જે તેમના બજેટ પણ ખોરવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube