અમદાવાદઃ વર્ષ 2023ની વિદાય અને વર્ષ 2024ના વધામણાની હવે ઘડીઓ ગણાઈ રહી છે..બજારોમાં રોનક અને લોકોના ચહેરા પર જોવા મળતો સ્મિત જ બતાવે છે નવા વર્ષની ઉજવણી માટે કેટલો ઉત્સાહ છે..ત્યારે આવો જોઈએ કે કેવી રીતે નવા વર્ષની ઉજવણી માટે લોકોએ બનાવ્યો છે પ્લાન, આ ખાસ રિપોર્ટમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોશનીથી ઝગમતા બજારો. લોકોથી ઊભરાતા પ્રવાસનધામો. આ નજારો છે વર્ષ 2023ની વિદાય અને વર્ષ 2024ને આવકારવાના અવસરનો. આમ તો નાતાલથી જ લોકો ઉજવણીના માહોલમાં જોવા મળતા હોય છે...પરંતુ નાતાલની ઉજવણી તો હજુ ટ્રેલર છે.....ઉજવણીની આખી પિક્ચર તો હજુ બાકી છે. થર્ટી ફસ્ટની ઉજવણી માટે લોકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


થર્ટી ફસ્ટને તો હજુ થોડા દિવસની વાર છે...પરંતુ ગઢવા ગઢ ગીરનાર પર તો અત્યારથી જ ઉજવણીનો માહોલ જામી ગયો છે....એશિયાના સૌથી મોટા રોપ-પેની સફરની મજા માણવા સાથે મા અંબાના દર્શન કરવા જૂનાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે..નવા વર્ષની રજાઓમાં જૂનાગઢના ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર દર્શનની સાથે સક્કરબાગ ઝૂ, ઉપરકોટ સહિતના રમણ્ય સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે પ્રવાસીઓ.


આ પણ વાંચોઃ ગુજરાતમાં સરકારી કચેરીઓમાં 40થી 60 ટકા સ્ટાફની અછત, એક વર્ષમાં મોટા પાયે થશે ભરતી


સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ નવા વર્ષ પહેલાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે..નાતાલની રજા હોવાથી 25 ડિસેમ્બરે એક જ દિવસમાં 1 લાખ પ્રવાસીઓ એકતા નગરની મુલાકાત લીધી હતી...વિવિધ આકર્ષણો અને એકતાનગરમાં ઊભી કરાયેલી સુવિધાથી કુદરતના ખોળે અદભૂત નજારો જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ રહ્યા છે..જો કે હજુ 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી જ રીતે પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળશે.


નવા વર્ષની ઉજવણી માટે બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે..સાથે સાથે રજાનો માહોલ શરૂ થતા જ જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, યાત્રાધામ અંબાજી, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો પર પણ લોકોનો ધસારો વધવા લાગ્યો છે. ત્યારે ધીરે ધીરે સમગ્ર ગુજરાત થર્ટી ફર્સ્ટની ઉજવણીના માહોલમાં રંગાવા લાગ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube