અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન
અમદાવાદમાં આગામી 2થી16 માર્ચ સુધી અમદાવાદમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધને લઇને શહેર કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિને લઇને રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 1600 કિમીના દરિયા કિનારે પણ કોર્સ્ટ ગાર્ડ તથા નેવીની ટીમોને એલર્ટ કરી દેવમાં આવી છે.
અમદાવાદ: અમદાવાદમાં આગામી 2થી16 માર્ચ સુધી અમદાવાદમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધને લઇને શહેર કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિને લઇને રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 1600 કિમીના દરિયા કિનારે પણ કોર્સ્ટ ગાર્ડ તથા નેવીની ટીમોને એલર્ટ કરી દેવમાં આવી છે.
શહેર પોલીસ કમીશ્નર એ. કે સિંઘ દ્વારા અમદાવાદ શહેર તરફખી ગુજરાત સરકારને નોટીફીકેશન આપીને ગુજરાત પોલીસ એક્ટ 37(3) મુજબ જો તારીખ 02-03-2019ના રાત્રીના 12 વાગ્યાથી 16-03-2019ના રાત્રીના 12 વાગ્યા સુધી ચાર કરતા વધારે લોકો નહિ થવા અને કોઇ જાહેર સભા અથવા તો સરઘસ કાઢવા પર પતિબંધ લગાવામાં આવ્યો છે.
PM રીપોર્ટમાં પણ ન જાણી શકાયું વાઘના મોતનું કારણ, કરાયો અંતિમ સંસ્કાર
મહત્વનું છે, કે આગામી 4 અને 5 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે તેમના કાર્યક્રમમાં ફેરફાર થશે કે નહિ તે પણ મહત્વનું છે. અમદાવાદમાં પીએમ મોદીના બે જેટલા કાર્યક્રમ છે. તેમ છતા દેશની પરિસ્થિતિને ધ્યાને રાખીને શહેર પોલીસ કમીશનરે કલમ-144 લાગુ કરી દીધી છે.
રાજ્યભરમાં હાઇએલર્ટના પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાહપુર, ખાનપુર, કાલુપુર, શહેરકોટડા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં SRPની ટુકડીઓ જેકેટ અને હથિયારો સાથે તૈનાત કરવામાં આવી છે.
સુરત: લોકભાગીદારીથી બન્યું કોર્પોરેટ ઓફિસ જેવું સ્પેશિયલ ‘પોલીસ સ્ટેશન’,જાણો ખાસિયત
શહેરના દરેક પોલીસસ્ટેશનમાં બે હથિયાધારી ગાર્ડ રખવામાં આવ્યા છે. પોલીસસ્ટેશન પર કોઈ સંકટ આવે તો આ ગાર્ડની મદદ લેવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં બુલેટફ્રુફ જેકેટ તથા હેલ્મેટ સાથે રહેશે. તમામ પોઇન્ટ પર પીએસઆઇ સાથેની ટીમ સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. એસીપી ડીસીપી દ્વારા સતત પોઇન્ટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ હેડક્વાર્ટરથી પોલીસ કર્મીઓને જરૂરી હથિયાર, બુલેટપૃફ જેકેટ તથા હેલ્મેટ આપવામાં આવ્યા છે.