એઇમ્સ બાદ રાજકોટને મળી બીજી મોટી ભેટ, કેન્દ્રીય મંત્રી માંડવિયાની જાહેરાત
રાજકોટને એઇમ્સ, એરપોર્ટ, ગાંધી મ્યુઝીયમ બાદ સરકાર તરફથી વધુ એક ભેટ જાહેર થઇ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રાજકોટથી જેતપુર સુધીનો સિક્સ લેન હાઈવે બનાવાની જાહેરત કરવામાં આવી હતી. ઝી૨૪કલાક સાથેની વાતચીતમાં મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજકોટથી જેતપુર વચ્ચે ૭૦ કી.મી. જેટલો માર્ગ સીકસલેન બનાવવાનું નક્કી કર્યુ છે.
સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટને એઇમ્સ, એરપોર્ટ, ગાંધી મ્યુઝીયમ બાદ સરકાર તરફથી વધુ એક ભેટ જાહેર થઇ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રાજકોટથી જેતપુર સુધીનો સિક્સ લેન હાઈવે બનાવાની જાહેરત કરવામાં આવી હતી. ઝી૨૪કલાક સાથેની વાતચીતમાં મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજકોટથી જેતપુર વચ્ચે ૭૦ કી.મી. જેટલો માર્ગ સીકસલેન બનાવવાનું નક્કી કર્યુ છે.
આ હાઇવે બનાવા માટેનું કામ શકય તેટલી ઝડપે શરૂ કરવામાં આવશે. આ યોજના પાછળ ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. રાજકોટથી જેતપુર આવવા-જવાના સમયમાં બચત થશે તેમજ સલામતી પણ વધશે. તેવું માડવીયા સાથે કરવામાં આવેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં હાઇવે બનવાથી દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે.
વડોદરા: મહાનગરપિલાકના ડ્રાફ્ટ બજેટમાં કરાયો ફેરફાર, થયો આટલો ઘટાડો
તેમણે જણાવ્યું કે, આગામી 50 વર્ષ સુધી ટ્રાફિકનું એનાલીસી કરીને રાજકોટથી જેતપુર સુધીનો સિક્સલેન રોડ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં વઘી રહેલા ટ્રાફિકની સમસ્યાને કારણે સામાન્ય જનતાને પડતી તકલીફોમાં ઘટાડો થાય તે હેતું થી આ રોડ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.