જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: આજથી પાવાગઢની યાત્રા કરવાના હોય તો આ સમાચાર જરૂ ર વાંચજો. કારણ કે આજથી યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે અને મંદિરના દર્શન ભક્તો માટે બંધ રહેશે. મંદિરમાં ગર્ભ ગૃહના નિર્માણ કાર્યને લઈ આજથી 17 ડિસેમ્બર સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જયારે રોપ-વેનું પણ એન્યુઅલ મેન્ટેનન્સ કરવાનું હોવાથી ઉષા બ્રેકો દ્વારા આજથી 18 ડિસેમ્બર સુધી સેવા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. દર વર્ષે નિયમિત રોપ-વેનું સંપૂર્ણ પણે મેન્ટેનન્સ કરવામાં આવે છે. ત્યારે આજથી 17 ડિસેમ્બર સુધી રોપ વે અને મંદિર બંધ રહેતા યાત્રાધામ પાવગઢ સુમસામ બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ એટલે કે તારીખ 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે 19 ડિસેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે.



આમ આજથી 5 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી માતાજીના દર્શન કરવા પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube