આવતીકાલથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, સુરત પોલીસ વિદ્યાર્થીઓને આપશે ખાસ સુવિધા
આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થશે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગેથી શરુ થશે, જે બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે.
અતુલ તિવારી/અમદાવાદ :આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થશે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગેથી શરુ થશે, જે બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે.
એક ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનાફૂસી, ભાઈને જોઈએ છે CM વિજય રૂપાણી જેવી ખુરશી
સુરતમાં વિદ્યાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા ઉભી કરાઈ છે. સુરત પોલીસ કમિશનરે વિદ્યાર્થી હિત માટે મોટી નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરાશે. ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ અટવાય નહિ તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જરૂર પડ્યે વિદ્યાર્થીઓ પાસેથી પોલીસ મદદ માંગી શકશે. ત્યારે પોલીસ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જશે. તો સાથે જ શાળા નજીકના ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવા આદેશ કરાયા છે. પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરુમ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સરસ્વતીનો સાક્ષાત વાસ હોય તેવા શિક્ષણના ધામમાં શિક્ષિકા દારૂ પીને આવી, થઈ સસ્પેન્ડ
21 માર્ચે પૂરી થશે પરીક્ષા
આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડફ્લોર પર વર્ગખંડની વ્યવસ્થા કરાઈ છે. તો પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ રાખવાના આદેશ અપાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVના રેકોર્ડીંગ એકત્ર કરાશે. 21 માર્ચના રોજ પૂર્ણ થશે બોર્ડની પરીક્ષા
વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે
આવતીકાલથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા શરૂ થશે, તો આજે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાકેન્દ્રમાં જઈ બેઠક વ્યવસ્થા જોઈ શકશે. આજે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનીટ પહેલા પરીક્ષા સ્થળે પ્રવેશ અપાશે. પરીક્ષાના બીજા દિવસથી 20 મિનીટ અગાઉ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આમ, 21 માર્ચના રોજ બોર્ડની પરીક્ષા પૂરી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...