ગૌરવ પટેલ/અમદાવાદ :ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાઈ રહ્યું છે. જેના કારણે મહિલાઓની મુશ્કેલી વધી છે. ઉનાળાની ઋતુ પૂર્ણ થતાંની સાથે જ ફળફળાદીના ભાવમાં તોંતિંગ વધારો થયો છે. ઉનાળામાં કેસર કરી પૂર્ણ પ્રમાણમાં મળી રહેતા લોકોની પસંદગી કેરી પર વધારે રહેતી હતી. પણ માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રની અને જુન મહિનામાં કચ્છની કેસર કેરી આવતાં અન્ય ફળફળાદીના ભાવામાં ઘટાડો થયો હતો. જોકે હવે કેરીની સીઝન પુર્ણ થતાં ફળ ફળાદીના ભાવ ઉંચકાયા છે. એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90 થી 100 ટકા ભાવનો વધારો થયો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યારના ફળફળાદીના ભાવ પર નજર કરીએ તો....


  • સફરજન 200 કિલો

  • લંગડા કેરી 100 કિલો

  • સીતાફળ 200 કિલો 

  • પેરૂ 150 કિલો 

  • કેળા 50 રૂપિયે ડઝન

  • રાસબરી 150 રૂપિયે કિલો

  • મોસંબી 120 રૂપિયે કિલો 

  • દાડમ 140 રૂપિયે કિલો 

  • કીવી 200

  • પીચ 120

  • ખજૂર 160

  • માલદા સંતરા 150

  • લીલીબદામ 320

  • તરબૂચ 30

  • ટેટી 80

  • અનાનસ 90

  • તોતાપુરી કેરી 80 રૂપિયે કિલો 

  • દ્રાક્ષ 200

  • પપૈયા 40

  • ચીકુ 100


ફળફળાદીના ભાવે લઇને ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ભાવ વધવાની સાથે રસોડાનું બજેટ ગોઠવવાની ફરજ પડી રહી છે. મહિના પહેલાં જે ફળ એક કિલોના જથ્થામાં લેતા હતા, તે હવે 250 ગ્રામ સુધી લેવા પડે છે. માત્ર ફળો જ નહિ, શાકભાજીના ભાવ પણ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. જ્યાં એક તરફ મહિલાઓ શાકભાજી લેતા અચકાઈ રહી છે, ત્યાં બીજી તરફ ફળો લેવામાં પણ બજેટ પર નજર કરી રહી છે. ગૃહિણીઓ તો રાહ જોઈને બેસી છે કે, ક્યારે શાકભાજી અને ફળફળાદીના ભાવ ઘટે. કારણ કે, હવે તહેવારોની સીઝન આવી રહી છે, તેથી જો આ ભાવ નહિ ઘટે તો તહેવારો પણ ફિક્કા બની જશે.