તેજશ મોદી/સુરત :દેશને હચમચાવી મુકનારા સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ગુનો નોંધ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પાલિકાના જવાબદાર અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ જે ફોરેન્સિક સાયન્સ લેબના રીપોર્ટની રાહ જોઈ રહી હતી, તે પ્રાથમિક રીપોર્ટ એફએસએસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે. જેમાં કારણ કંઈક બીજુ જ નીકળ્યું છે. એસીના આઉટડોર યુનિટમાં સૌથી પહેલા આગ લાગી હોવાનું તારણ કહેવામાં આવ્યું છે, એ પણ બીજા માળનું...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 24મી મેના રોજ સુરતના સરથાણા વિસ્તારની તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં ગુંગળામણને કારણ 16 નિર્દોષોના મોત થયા હતાં, જ્યારે બિલ્ડિંગ પર કુદનારા 6 લોકોના ઈજાને કારણે મોત થયા હતા. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધાઇ તપાસ શરૂ કરી હતી. જેમાં ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની મદદ લેવામાં આવી હતી.


FSL દ્વારા તૈયાર કરાયેલો પ્રાથમિક રીપોર્ટ ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે. જેમાં બિલ્ડિંગના બીજા માળે આવેલા એસીના આઉટડોર યુનિટમાં સૌથી પહેલા આગ લાગી હોવાનું કહેવાયું છે. ત્યાર બાદ આગ ધીરે ધીરે નીચે અને ઉપરના ભાગે પ્રસરી હતી, ફ્લેક્સ અને બેનરોને કારણે આગ ઝડપથી વધી હતી. જેના કારણે ચોથા માળ પર હાજર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઈ ગયા હતાં.


તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓનાં જે મોત થયા છે તેના અંગે FSLએ જણાવ્યું કે, આગ અને ધુમાડાના કારણે તેમનું પહેલા ગુંગળામણ અને બાદમાં સળગી જવાથી મોત થયું છે.


જૂઓ LIVE TV...
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....