તેજશ મોદી/સુરત :વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ધમણ વેન્ટિલેટરના કારણે આગકાંડ સર્જાયો હોવાનો FSLની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ધમણ વેન્ટિલેટરથી વડોદરાની SSG હોસ્પિટલને કાળો દાગ લાગ્યો હતો. FSLની તપાસમાં થયેલા ખુલાસા મુજબ SSG હોસ્પિટલના કોવિડ ICU2માં ધમણ વેન્ટિલેટર (dhaman ventilator) લાગેલું હતું. આ વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસ્કારી નગરી વડોદરાની SSG હોસ્પિટલને કાળી ટીલી લગાવનારો આગકાંડ ધમણ વેન્ટિલેટરના કારણે સર્જાયો હતો. FSLની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આઠમી સપ્ટેમ્બર 2020 અને મંગળવારનો એ દિવસ હતો. આ દિવસે નસીબના જોરે દર્દીઓ બચી ગયા હતા. નહિ તો ધમણ વેન્લિલેટરમાં યાંત્રિક ખામીથી થયેલી શોર્ટ સર્કિટ બાદ સર્જાયેલો આગકાંડ મોટી દુર્ઘટનામાં તબદિલ થઈ જાત. FSL સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર અને વડોદરાના ઈન્ચાર્જ ડીબી પટેલે જણાવ્યું કે, કોવિડ ICU2માં ધમણ વેન્ટિલેટર મૂકાયું હુતં. આ વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી. આ ખામીના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને બાદમાં આગ લાગી હતી. 


ઉલ્લેખનીય છે કે, રાજકોટની જ્યોતિ સીએનસી કંપની બનાવે છે ધમણ વેન્ટિલેટર અને આ પહેલીવાર નથી કે ધમણ વેન્ટિલેટર સામે સવાલ ઉઠ્યા છે. આ વખતે એ સવાલો પર FSLની તપાસે મહોર લગાવી દીધી છે અને ઘટસ્ફોટ થયો છે કે વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ધમણ વેન્ટિલેટરના કારણે આગકાંડ સર્જાયો હતો. 


વડોદરા શહેરમાં કોવિડની સારવાર આપતી ગોત્રીની GMERS, યુનિટી, સ્ટર્લિંગ, ટ્રાઇ કલર સહિતની વધુ 18 હોસ્પિટલમાં સતત બીજા દિવસે રાજ્ય સરકારની કમિટીએ ફાયર સેફ્ટી સહિતની સુવિધાનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પણ અગાઉની 15 ખાનગી હોસ્પિટલની જેમ અનેક ખામીઓ જોવા મળતા નોટિસ અપાઇ હતી.