અમદાવાદ : દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઇ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતી અમદાવાદમાં સર્જાઇ છે. અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા લાગ્યા હતા. જેના પગલે હવે તંત્ર દ્વારા પહેલા રાત્રી કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે સોમવાર સુધી કર્ફ્યૂ (લોકડાઉન)ની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"292839","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
સોમવાર સુધી સતત 60 કલાક સુધી દિવસ રાત તમામ એકમો બંધ રહેશે. માત્ર દુધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવા માટેનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ખાનગી અને સરકારી સંસ્થાનો બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. સોમવાર સુધી તમામ એકમો બંધ રહેશે. ઇમરજન્સી સેવા સિવાય સાથે સંકળાયેલા લોકો સિવાય કોઇ પણ લોકોને બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


[[{"fid":"292840","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]

કોરોનાના પ્રાથમિક તબક્કે જે પ્રકારનું સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવાયું હતું. તેવું લોકડાઉન અમદાવાદમાં લાગુ કરી દેવાયું છે. જેના કારણે હવે સતત 60 કલાક સુધી તમામ રોજગાર ધંધા અને વ્યવસાય બંધ રહેશે. તમામ સંસ્થાઓને પણ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


[[{"fid":"292842","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]



અત્રે ઉલ્લેખનીય છે કે,  વિકટ થતી સ્થિતી જોઇને તંત્ર દ્વારા પહેલા રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધીનાં કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી હતી. 20 નવેમ્બરથી (આવતીકાલથી) આગામી સુચના સરકાર દ્વારા ન આપવામાં આવે ત્યાં સુધી આ કર્ફ્યું યતાવત્ત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાત્રી બજારો તંત્ર માટે માથાનો દુખાવો બનેલા હતા. જેના કારણે હવે રાત્રી બજારો ન ભરાય તે માટે અને લોકો ફરે નહી તે માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મોડી રાત્રે સંપુર્ણ કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી હતી. 


[[{"fid":"292841","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


- શહેર સતત વધી રહેલા કોરોના કેસ અંગે ખૂબ જ મોટો નિર્ણય
- અમદાવાદમાં આવતીકાલ થી કરફ્યૂ ની જાહેરાત
- રાતના 9 થી 6 સુધી કરફ્યુ ની જાહેરાત
- સરકાર સાથે પરામર્શ કર્યા બાદ amc તરફથી અધિક મુખ્ય સચિવ ની જાહેરાત
- ડો.રાજીવકુમાર ગુપ્તા એ કરી મોટી જાહેરાત
- અમદાવાદ ના દર્દીઓ માટે 900 નવા બેડ તૈયાર કરવામાં આવ્યા
- સોલા સિવિલ માં 400 બેડ, અસારવા સિવિલ કેમ્પસમાં 400 બેડ અને ગાંધીનગર સિવિલમાં 100 બેડ વધારવામાં આવ્યા
- સરકાર દ્વારા 300 વધુ તબીબો અને 300 મેડિકલ સ્ટુડન્ટસ પણ ફાળવવામાં આવ્યા
- 108 એમ્બ્યુલન્સ સેવાની સંખ્યા 20 થી વધારી 40 કરાઈ