મુખ્યમંત્રી રાહત ફંડ : ગૌતમ અદાણીએ 5 કરોડ તો ગીતા રબારીએ આપ્યા 2,11,000 રૂપિયા
હાલમાં દેશ સામે કોરોનાનું સંકટ ઉભું થયું છે ત્યારે આ લડતમાં ટોચના ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
રાજેન્દ્ર ઠક્કર, અતુલ તિવારી /ભુજ, અમદાવાદ : હાલમાં દેશ સામે કોરોનાનું સંકટ ઉભું થયું છે ત્યારે આ લડતમાં અદાણી જૂથે પણ મહત્વનુ યોગદાન આપ્યું છે. હાલમાં ગૌતમ અદાણી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 5 કરોડ આપવામાં આવ્યા છે.
આ સિવાય અદાણી જૂથે વડા પ્રધાનના રાહત ભંડોળમાં રૂ. 100 કરોડ આપવા ઉપરાંત હાલમાં કપરી સ્થિતિનો સામનો કરી રહેલા લોકોને સહાય કરી છે. અદાણી જૂથે એસવીપી હોસ્પિટલ અમદાવાદના હેલ્થ વર્કર્સ અને ડોકટર્સને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટસ) પૂરાં પાડયાં છે. અદાણી ફાઉન્ડેશનનો સ્ટાફ ગુજરાતમાં મુંદ્રા ખાતે રોજમદાર કામદારો અને ટ્રક ચલાવનારા માટે દૈનિક 1,000 ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યો છે.
આ સિવાય લોકગાયિકા ગીતા રબારીએ પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 2,11,000 રૂપિયા જેટલી રકમનો દાનનો ચેક આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube