ઉમેશ પટેલ/ વલસાડ:  શહેરમાં રસી (valsad corona vaccine) લેવા આવેલી એક મહિલાનો કોરોના રસી લેતી વખતનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં (woman funny video viral) વાયરલ થઇ રહ્યો છે. વલસાડમાં રસીકરણ કેમ્પમાં રમુજી ઘટનાનો વીડિયો જોરદાર ચર્ચા જગાવી રહ્યો છે. અહીં રસી લેવા આવેલી એક મહિલા નાના બાળકની જેમ રડતી જોવા મળી હતી, એટલું જ નહીં રોકકડ કરી મહિલાએ વાતાવરણ માથે લીધું હતું. ત્યારબાદ લોકો અને આરોગ્યની ટીમે મહિલાને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. હાલ રમુજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આખરે આરોગ્યની ટીમ અને પરિવારજનોએ મહિલાને પકડી રસી અપાવી હતી.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે જઈ, જાહેર સ્થળો પર રસીકરણ કેમ્પો લગાવી રસી આપી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો સામે ચાલીને રસી લેવા આવી રહ્યા છે. રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ રસી પ્રત્યે ખોટી ભ્રામક માન્યતાઓને કારણે લોકો ડર પણ અનુભવી રહ્યા છે. જે સંદર્ભ વલસાડમાં રસીકરણ કેમ્પમાં રસી મુકાવવા આવેલી મહિલા રસી મુકતી વખતે ખુબ જ ડર અનુભવી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યોછે.. આરોગ્યકર્મીએ મહિલાને રસી મૂકવાનો પ્રયાસ કરતા જ મહિલા નાના બાળકની જેમ રોકકળ કરતી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube