કબૂતરબાજી કેસમાં વધુ એક નવો ખુલાસો; 5 રાજ્યો સુધી પથરાયેલા છે કૌભાંડના મૂળ
મુંબઈ, ચેન્નાઇ, ચંદીગઢ અને દિલ્હી સુધી આ કબૂતરબાજીના કૌભાંડના મૂળ પથરાયેલા છે. ત્યારે ગુજરાત CID એ ગુજરાત સહીત અન્ય રાજ્યમાં પણ તપાસ હાથ ધરી છે. એજન્ટો અને મુસાફરોની સઘન પુછપરછમાં રાજ્ય બહારના એજન્ટોના નામ સામે આવ્યા છે.
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતથી ફ્રાંસમાં કબૂતર બાજીથી મોકલવાના મામલે તપાસમાં વધુ ખુલાસાઓ થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે મુંબઈ, ચેન્નાઇ, ચંદીગઢ અને દિલ્હી સુધી આ કબૂતરબાજીના કૌભાંડના મૂળ પથરાયેલા છે. ત્યારે ગુજરાત CID એ ગુજરાત સહીત અન્ય રાજ્યમાં પણ તપાસ હાથ ધરી છે. એજન્ટો અને મુસાફરોની સઘન પુછપરછમાં રાજ્ય બહારના એજન્ટોના નામ સામે આવ્યા છે.
જેનો ભય હતો એ જ થયું! માત્ર 2 દિવસમાં ફરી ગુજરાતમાં જામશે વરસાદ, મજબૂત સિસ્ટમ સક્રિય
અમેરિકા મોકલવા માટે એજન્ટો મુસાફરો વચ્ચે એક મોટો ઇન્વેસ્ટર સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. કબૂતરબાજીમાં તમામ વખતે રૂટ બદલાય છે, ત્યારે આ વખતે પણ નવો રૂટ સામે આવ્યો છે. આ દુબઈથી યુરોપથી મેક્સિકોથી યુએસ પહોંચતા હતા પછી ફરીથી સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે દુબઈથી યુરોપથી એલ્સાવેલની સિસ્ટમ ચાલુ થઈ છે. ત્યાંની ઓથોરિટીને ખ્યાલ આવતા એયરપોર્ટ પર વિઝા એરાઇવલ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે.
કેમ 15 દિવસથી નથી પકડાતો દીપડો? એક નહિ, અનેક કારણો, જાણો અત્યાર સુધી ક્યાં દેખાયો?
હવે નિકરગોવા ઓન એરાઈવલ વિઝા હોવાથી સિસ્ટમ ચાલી રહી છે. એજન્ટને પૂછપરછ ચાલુ છે. શુ ખર્ચ થઈ રહ્યો છે? જેવા તમામ સવાલોની પૂછપરછ ચાલી રહી છે. દુબઈથી છેલ્લા 6 મહિનામાં કેટલી ટિકિટ કેન્સલ થઈ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં આવનાર સમયમાં વધુ નવા ખુલાસા થવા પામે તો નવાઈ નહિ.
2024માં શનિ કુંભ રાશિમાં રહી સૂર્ય સહિત અન્ય ગ્રહો સાથે બનાવશે યુતિ, આ જાતકોને લાભ