તેજસ દવે/મહેસાણા: ઉત્તર ગુજરાતમાં ડીસાને બાદ કરતાં 4 શહેરમાં ઠંડી 2 ડીગ્રી સુધી વધી હતી. પાટણનું 9.5 ડીગ્રી અને હિંમતનગરનું 10.7 ડીગ્રી સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. મહેસાણામાં ઠંડીનો પારો સવા ડીગ્રી જેટલો ઘટીને 10.4 નોંધાયો હતો. અંગ ધ્રુજાવતી ઠંડી અને ઠંડાહેમ પવનને જોતાં લોકો આજે ઠુઠવાયા છે. તેવામાં આજે બીજા દિવસે પણ આજે ઠંડી નું જોર વધ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈતિહાસમાં પ્રથમવાર નવા જીરાનો ભાવ 36 હજાર બોલાયો, ગુજરાતના ખેડૂતોમાં આશ્ચર્ય!


પુરાણોમાં પણ કહેવાયું છે કે એક વખત ભગવાનની પ્રતિષ્ઠા થાય ત્યારે તેમાં જીવ હોય છે. તેથી મહેસાણાના ભગવાન ગણેશને પણ ઠંડી ના લાગે તે માટેના પ્રયાસ મંદિર સંસ્થાન દ્વારા કરવામાં આવે છે. મહેસાણાના ગાયકવાડી ભગવાન ગણેશને પણ ઠંડીનાં પગલે કાલા વ્હાલા શરુ કર્યા છે. મનુષ્યને જેમ ઠંડીની અસર વર્તાય છે, તેમ ભગવાન ગણેશને ઠંડીથી બચવા માટે શાલ અર્પણ કરવામાં આવી છે.


ગુજરાતમાં ભાવ વધે એ પહેલાં ખરીદી લેજો મકાન, સરકાર ઘડી રહી છે આ પ્લાન?


મંદિર દ્વારા શગડી સહિત કોલસાથી ગરમાવો આપીને ગુગળનો ધૂપ કરવામાં આવે છે. જેથી ભગવાનને પણ ઠંડીની અસર ઓછી વર્તાય. હાલમાં તો ભગવાન ગણેશને શાલ ઓઢાડવામાં આવી છે. જેના થકી ભક્તોમાં દર્શન માત્રથી ખુશી જોવા મળી રહી છે.


ઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે પવન? પતંગ રસિયાઓ માટે આ આગાહી જાણી લેજો, નહીંતર...