હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમા ભવ્યતા સાથે શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરાઇ. 10 દિવસ સુધી રાજવી પરિવાર પૂજા અર્ચના કરશે. શહેરભરના નાગરિકો પેલેસમાં શ્રીજીના દર્શન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


PM મોદીએ જૂના સંસદ ભવનનું નવું નામ સૂચવ્યું, સાંભળીને સુખદ અનુભૂતિ થશે


આજથી દેશભરમાં ગણેત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના કરાઈ હતી. 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી ગણેશજીની મૂર્તિઓ બનાવડાવી હતી. જોકે મહારાજાના નિધન બાદ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે પહેલાની ચંદ્રાસૂર વધની ગણપતિની મૂર્તિ હટાવી કાશીના પંડિતોએ બનાવેલી માટીની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેની મૂર્તિ પસંદ કરી અને તે મૂર્તિ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મુકાવી હતી. તેવી જ મૂર્તિ આજે પણ કાશીના પંડિતના વંશજો બનાવી રહયા છે.



World Cup 2023: વર્લ્ડ કપમાંથી 4 ખતરનાક ખેલાડી બહાર, 5માં ખેલાડી માટે મુશ્કેલી શરૂ


આજે દાંડિયાબજારથી શરણાઈના સુર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણપતિને હીરા ઝવેરાતના આભૂષણો સાથે બિરાજમાન કરી. મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને પરિવાર પૂજા અર્ચના કરી ગણેશજીની 10 દિવસ સુધી આરાધના કરશે. પેલેસના રાજગુરુએ પૂજા પાઠ પણ કર્યા, 10 દિવસ સુધી ગણેશજી રાજમહેલમા બિરાજમાન રહેશે.



જૂની સંસદમાં સાંસદોનું ફોટો સેશન, કોણ બેઠા નીચે પલાઠી વાળીને અને કોણ છેલ્લી હરોળમાં


પેલેસના ગણેશજીની ખાસિયત એ છે કે 90 કિલો માટીમાંથી મૂર્તિ બને છે. 36 ઇંચની મૂર્તિની ઉંચાઈ છે. ભાવનગરથી ખાસ માટી માંગવામાં આવે છે. વર્ષોથી ચૌહાણ પરિવાર પેલેસના ગણેશ બનાવે છે. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શ્રીજી ની પ્રતિમાને હીરા ઝવેરાતથી સુશોભિત કરી ગાદીએ બેસાડવામાં આવ્યા. લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના આરતી રાજવી પરિવારના મહારાજા  ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા કરાઈ હતી.



પાપ મુક્તિ માટે આ સપ્ત ઋષિઓની થાય છે પૂજા, જાણો નામ અને ઋષિ પંચમીના મહત્વ વિશે