અમદાવાદ : શહેરના  બોડકદેવ વિસ્તાર મા આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાવરમા  ૧૦ મહિનાથી ધમધમતું જુગાર ધામ પી સી બી એ ઝડપી પાડ્યું છે પીસીબીને બાતમી મળી હતી કે બોડકદેવમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ -૭ માં મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પી સી બીએ ઇન્દ્રપ્રસ્થ બંગ્લોઝમાં આવેલા ૪૦૩ નંબરના ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં પીસીબીએ જુગાર રમતા ૯ જુગારીઓને ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી ૧ લાખ રોકડ અને ૧૨ ફોન સહિત કુલ  ૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઇન્દ્રપ્રસ્થ ટાવરના મકાન નંબર ૪૦૩માં ભાડેથી રહેતો હતો. અંકિત પટેલ છેલ્લા ૧૦ મહિનાથી જુગાર ધામ ચલવતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: મહાની અસરને કારણે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ