જૂનાગઢ : ભાજપના અગ્રણી કરશન ધડુકની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં 18 પુરૂષો અને 2 મહિલાઓ સહિત 20 લોકો જુગાર રમતા ઝડપાયા છે. સ્થળ પરથી 14 લાખ રોકડા, 86 હજાર, 18 મોબાઇલ અને 4 ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. જેના કારણે હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢના સક્કરબાગ સામે આવેલી એસેલ પાર્ક પાર્ટી પ્લોટના માલિકો બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા હતા. જેથી ત્યાં દરોડો પાડતા પુરૂષો અને સ્ત્રી મળીને કુલ 20 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસે 14 લાખ રોકડ અને 86 હજાર તથા 18 મોબાઇલ અને 35 લાખની કિંમતની ચાર ફોર વ્હીલ જપ્ત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જે રેસ્ટોરન્સમાંથી જુગારધામ ઝડપાટું તે ભાજપના પૂર્વ પ્રમુખ કરશન ધડુકની છે. 

પોલીસે સ્થળ પર દરોડા પાડીને 20 શખ્સોને ઝડપી લીધા છે. જેમાં કારાભાઇ દાનાભાઇ કરમટા (ઉ. 33), સાજણભાઇ જોધાભાઇ આંબલિયા (ઉ. 40), દેવાયતભાઇ કુંભાભાઇ આંબલિયા (ઉ. 42), પ્રદિપ કિર્તીભાઇ ત્રિવેદી (ઉ. 28), ગીતાબેન ચમનભાઇ વાંસજાળિયા (ઉ. 40) અને હેતલબેન જીજ્ઞેશભાઇ વઘાસિયા (ઉ. 32), મનીષ કરશનભાઇ ધડુક (ઉ. 49), વિરલ કરશનભાઇ ધડુક (ઉ. 40), અજય મગનભાઇ લીંબાસિયા (ઉ. 39), પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળિયા (ઉ. 44), હાજાભાઇ રાણાભાઇ મુળિયાસિયા (ઉ. 61), જેન્તીભાઇ બચુભાઇ ડોબરિયા (ઉ. 60), કિશન ધનસુખભાઇ કાપડી (ઉ. 20), ગોવિંદ મેરામણભાઇ ચાવડા (ઉ. 38), કરશનભાઇ નારણભાઇ કાબરિયા (ઉ. 43), જલ્પેશ કિરીટભાઇ પંડ્યા (ઉ. 31), ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલિયા (ઉ. 33), મિલન જગદીશભાઇ રાયચુરા (ઉ. 22), મહેશ ધીરૂભાઇ સેંજલિયા (ઉ. 44), ગોવીંદભાઇ પોપટભાઇ દઢાણિયા (ઉ. 61) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત હરભમ, અજીત, જલ્પે, દેવાભાઇ પોરબંદર અને જૂનાગઢના રહેવાસી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube