PUBG બાદ હવે LUDO રમનારાઓ માટે આવ્યા માઠા સમાચાર
ગુજરાતમાં પબજી ગેમ રમનારાઓ પર તંત્રએ ગાળિયો કસ્યો છે. માનસિક રીતે નુકશાન કરતી આ ગેમ પર રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકાયો છે. તો કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે લુડો રમનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં લુડો ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી છે. મણિનગરમાં લુડો ગેમ રમનારા ચાર લોકો પર જુગારનો કેસ કરાયો છે.
જાવેદ સૈયદ/અમદાવાદ :ગુજરાતમાં પબજી ગેમ રમનારાઓ પર તંત્રએ ગાળિયો કસ્યો છે. માનસિક રીતે નુકશાન કરતી આ ગેમ પર રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકાયો છે. તો કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે લુડો રમનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં લુડો ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી છે. મણિનગરમાં લુડો ગેમ રમનારા ચાર લોકો પર જુગારનો કેસ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં લુડો ગેમ રમનારા ચાર લોકો સામે જુગારનો કેસ કરાયો છે. આમ તો લુડો ગેમ પર કોઈ પ્રતિબંધ નથી. તેમ છતા પોલીસે લુડો પર જુગાર રમનારાઓ પર કેસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, માત્ર પબજી અને મોમો ચેલેન્જ પર જ પ્રતિબંધ છે, ત્યારે હવે લુડો ગેમ રમાનારાઓ પર કાર્યવાહી થતા લોકો ચોંક્યા છે.