ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના નવરંગપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં એક કોમ્પ્લેક્સમાં ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે 9 જુગારીઓની  ધડપકડ કરી છે. પકડાયેલા તમામ લોકો સામાન્ય વેપારીઓ હતા. જેમની પાસેથી 161 ટોકન સહિત 1.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. બે હજારનું ભાડુ આપીને અહી જુગારધામ ચલાવાતુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : નવરાત્રિમાં મા અંબાની આરતી વિશે ગુજરાત સરકારે કરી મોટી સ્પષ્ટતા 


સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા હોટલ કેસિનામાં જેમ જુગાર રમાડાતો તેવો જુગાર રમાડાતા પકડાયો છે. મોનિટરીંગ સેલ દ્વારા નરેશ આહુજાની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતી મળી હતી કે, નવરંગપુરામાં એક દુકાનમાં જુગાર રમાડાતો હતો. નરેશ આહુજા આ જુગાર રમાડાતો હતો. પોલીસે અહી રેડ પાડીને 9 જુગારીઓને પકડી પાડ્યા છે. સાથે જ પોલીસને માહિતી મળી કે, માત્ર 2 હજાર ભાડું આપીને અહીં જુગારધામ ચલાવાતું હતું. અહીં 15 દિવસથી જુગારધામ ચાલતું હતું. જ્યાં માણસ મોકલનારને 100 રૂપિયા એક માણસે અપાતા હતા. આમ, સમગ્ર નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે. આ કેસમાં એક આરોપી વોન્ટેડ છે. 


આ પણ વાંચો : નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે  


શહેરમાં રાજેશ વાણિયો મોટા જુગારધામ ચલાવતાં લોકોને જુગારીઓ સપ્લાય કરતો હોવાનુ બહાર આવ્યું છે. પોલીસે હાલ રાજેશ વાણીયાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે 9 જુગારીઓને 67 હજાર રોકડ, 11 મોબાઈલ, અલગ અલગ કલરની 37000 રકમની ટોકન, ચાર વાહન સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.