Gandevi Gujarat Chutani Result 2022: ગણદેવી વિધાનસભા બેઠક નવસારી જિલ્લામાં આવેલી છે અને નવસારી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. ગણદેવી વિધાનસભા બેઠક એસટી માટે અનામત બેઠક છે. આ બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 વખત ચૂંટણીઓ થઈ ચૂકી છે. વર્ષ 1995થી અહીં ભાજપનું શાસન છે. તે પહેલા કોંગ્રેસ કેટલીક વખત આ બેઠક જીતી ચૂકી હતી.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    176 ગણદેવી વિધાનસભાના ઉમેદવાર નરેશ પટેલની 92829 મતોથી જીત

  • કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલને 37702 મત મળ્યા

  • આપના પંકજ પટેલને 37248 મત મળ્યા 

  • ગણદેવી બેઠક પર કોંગ્રેસ અને આપ બંનેની હાર 

  • મહત્વનું છે કે ગણદેવી બેઠક પર કોંગ્રસના મતોને આપના ઉમેદવારે કાપ્યા

  • કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના પંકજ પટેલને 454 મત વધારે મળ્યાં

  • કોંગ્રેસ અને આપના ઉમેદવારોના મત વચ્ચે ફકત 454 મતોનો તફાવત


નવસારી જિલ્લો
 
બેઠક : ગણદેવી
રાઉન્ડ : 23
પક્ષ : ભાજપ આગળ  
મત :  92829 મતથી જીત


2022ની ચૂંટણી
ભાજપે ફરી અહી રીપિટ થિયરી અપવાની છે નરેશ પટેલને રિપીટ કર્યા છે તો કોગ્રેસે અશોક પટેલને મેદાને ઉતાર્યા છે તો આપે પંકજ પટેલને ટીકિટ આપી છે 


2017ની ચૂંટણી
ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ તરફથી નરેશભાઈ પટેલને ટીકીટ આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશભાઈ હળપતિને ઉભા રાખવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં નરેશભાઈને 1.24 લાખ કરતાં વધુ મળ્યા હતા. જ્યારે સુરેશભાઈને 66,749 મત મળ્યા હતા.


2012ની ચૂંટણી
વર્ષ 2012માં ભાજપે મંગુભાઈ પટેલને ટિકિટ આપી હતી. તે સમયે પણ ભાજપને 1 લાખ કરતા વધુ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન પટેલને 78,240 મત મળ્યા હતા. આ બેઠક ભાજપ મોટાભાગે બહોળા માર્જિનથી જીતતો આવ્યો છે.