દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાઁધી સ્મારક, PM મોદી કરશે લોકાપર્ણ
ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે.
સ્નેહલ પટેલ/નવસારી : ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે.
અંગ્રેજી સલ્તનતની ચુંગાલમાંથી ભારતને આઝાદ કરાવવા અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પ્રતિજ્ઞા લઇને 81 સાથીઓ સાથે મહાત્મા ગાંધીજીએ મીઠાના કાળા કાયદાને લુણો લગાવવા દાંડીકૂચ કરી હતી. 1930માં કરેલી મહાત્માની આ કૂચ ભારતની આઝાદીનુ પ્રવેશ દ્વાર બની અને ભારતને આઝાદી મળી હતી. ભારત સરકારે દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારકને વૈશ્વિક ફલક પર મુકવા દાંડી ખાતે શરૂ કરેલો ગાંધી મેમોરીયલ સ્મારક આજે પૂર્ણતાને આરે પહોંચ્યો છે.
હાલોલમાં સેન્ટ્રલ જીએસટી ટીમના દરોડા, રૂપિયા 70 કરોડની કરચોરી ઝડપાઇ
દાંડીકૂચ દરમિયાન બાપૂ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ સાથે અંહિ દાંડીકૂચને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે 40 મીટરના ક્રિસ્ટલ ટાવર મુકવામાં આવેલ ક્રિસ્ટલ સ્ક્વેર દિવાદાંડીનુ પણ કામ કરશે. જ્યારે ટાવરની નીચે પંચધાતૂની મહાત્મા ગાંધીજીની આત્મ વિશ્વાસથી ભરપૂર 15 ફીટની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી
ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારક મહાત્મા ગાંધીજી એ જે જગ્યાએથી ચપટી મીઠુ ઉપાડ્યુ હતુ. એ મીઠાના સત્યાગ્રહ સ્મારક અને જ્યા મહાત્મા ગાંધી રોકાયા હતા એ સૈફી વિલાની સામે 15 એકરમાં આકાર લઇ રહ્યો છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરવામ આવ્યુ છે. અને સરોવરની આસપાસ પાથ વે બનાવામાં આવ્યા છે. જ્યારે 41 સોલાર ટ્રીઝ મુકવામાં આવ્યા છે. જેના દ્વારા ઉત્પન્ન થનારી વિજળી સ્મારકમાં જ ઉપયોગમાં લેવાશે.સાથે જ અહિં આવતા પ્રવાસીઓ માટે કેફે ટેરીયા, પાર્કિંગ, લાયબ્રેરી, હોલ,શૌચાલય જેવી અન્ય સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.