મૌલિક ધામેચા/ અમદાવાદ : હથિયારો સાથે રીયલ લાઇફનો ખલનાયક મોહમ્મદ ટેમ્પો ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ડોન લતીફનો સાગરીત મોહંમદ ટેમ્પા અને તેના સાગરીતની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 8 પિસ્તોલ અને 62 જીવતાં કારતુસ જપ્ત કર્યા છે. આરોપીએ આ હથિયાર દરગાહમાં છુપાવ્યા હતા જે મળી આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા આ બન્ને આરોપીઓ કુખ્યાત ગુનેગાર મોહમ્મદ હુસૈન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઇ શેખ અને તેમનો ડ્રાઇવર સરફરાજ ઉર્ફે શફીની છે. જેમને ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે ઝડપી લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાદી ડોટકોમના નામે કૌભાંડ ન થઇ જાય! UK ના ડોક્ટરે યુવતી કહ્યું જાન માત્ર 13 લાખ મોકલ જીવન બનાવી દઇશ અને...


ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે હત્યા, હત્યાની કોશિષ, લૂંટ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા મોહમ્મદ હુસૈન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઇ શેખ અને તેમનો ડ્રાઇવર સરફરાજ ઉર્ફે શફી હાથીજણ સર્કલથી સીટીએમ સર્કલ તરફ કાર લઇને આવી રહ્યા છે. જેમની પાસે હથીયાર છે. બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે વોચ ગોઠવી ક્રાઇમબ્રાંચે 3 પિસ્તોલ અને 22 જીવતા કારતુસ અને એક મેગેજીન પકડી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરતા સુરત અને ધોળકાની દરગાહમાંથી પણ હથિયાર મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે 8 હથિયાર અને 62 જીવતાં કાર્ટુસ જપ્ત કર્યા.


PUBG ગેમના વળગણે સગીરાની જિંદગી રમણભમણ કરી, અભ્યાસ પણ છૂટ્યો


કુખ્યાત ગુનેગાર મોહમંદ ટેમ્પો 1986થી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમા તેણે ટેમ્પો ખરીદીને ભંગાણની ચીજ વસ્તુઓ ચોરી કરીને વેચાણ કરતો હતો. જેથી તેનુ નામ ટેમ્પો પડયો. ત્યાર બાદ તે ડોન લતીફ સાથે જોડાયો અને હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખડંણી, ચોરી, અપહરણ અને મારામારીના અનેક ગુનામા પકડાયો હતો. સુરતમા અશરફપીર બાવાની દરગાહ ખાતે તેના ધર્મગુરૂનુ એક વર્ષ પહેલા અવસાન થયા બાદ આ દરગાહના ટ્રસ્ટીઓ હાઈકોર્ટમા કેસ જીત્યા હતા. જેથી આ દરબાહ કોઈ બિલ્ડરને વેચીને બાંધકામ બનાવે તો તેમને ડરાવવા માટે તેમજ અનેક લોકો સાથે દુશ્માનવટ હોવાથી પોતાના પ્રોટેક્શન માટે હથિયારો રાજસ્થાનના કોટામાં રહેતા વસીમ કુરેશી પાસેથી ખરીદયા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત વસીમ નામના આરોપીની શોધખોળ શરૂ કરી અગાઉ આ હથિયારોનો ઉપયોગ ક્યાંય કરવામાં આવ્યો છે કે કેમ અને હથિયાર કોને વેચવાનો હતો તે અંગે પુરપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube