પેજપ્રમુખના કોનસેપ્ટથી કોંગ્રેસના વિસર્જનનું ગાંધીજીનું અધુરૂ સ્વપ્ન પુર્ણ થશે: સી.આર પાટીલ
ભાજપ પ્રમુખ સી આર પાટીલે સિહોરમાં યોજાયેલા સરપંચ સંમેલનમાં મહાત્મા ગાંધીના કોંગ્રેસના વિસર્જનના સપનાને સાકાર કરવા આહવાન કર્યું. જિલ્લાના સરપંચોને સંબોધન કરતી વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની વિશેષ માહિતી આપી. ભાજપના પેજપ્રમુખ અભિયાનનું પણ મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે ભાજપના પેજપ્રમુખોના `અણુબોમ્બ` થી કોંગ્રેસ નાસીપાસ થઈ ગઈ છે. આ જ સમય છે કે, જ્યારે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના વિસર્જનનું જે સપનું જોયું હતું એ સાકાર થઈ શકશે. ભાજપ પ્રમુખે પીએમ મોદીએ જાહેર કરેલી ગરીબોલક્ષી યોજનાઓ ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચાડવા સરપંચોને આહવાન કર્યું.
બ્રિજેશ દોશી/અમદાવાદ : ભાજપ પ્રમુખ સી આર પાટીલે સિહોરમાં યોજાયેલા સરપંચ સંમેલનમાં મહાત્મા ગાંધીના કોંગ્રેસના વિસર્જનના સપનાને સાકાર કરવા આહવાન કર્યું. જિલ્લાના સરપંચોને સંબોધન કરતી વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની વિશેષ માહિતી આપી. ભાજપના પેજપ્રમુખ અભિયાનનું પણ મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે ભાજપના પેજપ્રમુખોના 'અણુબોમ્બ' થી કોંગ્રેસ નાસીપાસ થઈ ગઈ છે. આ જ સમય છે કે, જ્યારે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના વિસર્જનનું જે સપનું જોયું હતું એ સાકાર થઈ શકશે. ભાજપ પ્રમુખે પીએમ મોદીએ જાહેર કરેલી ગરીબોલક્ષી યોજનાઓ ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચાડવા સરપંચોને આહવાન કર્યું.
તમે અમારી કિડનીઓ કાઢી લીધી, દારૂનાં નશામાં બે વ્યક્તિઓએ સિવિલ હોસ્પિટલ માથે લીધી
આ પહેલા ભાજપ પ્રમુખ સી આર પાટીલે બોટાદમાં પણ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા જ્યાં તેમને આગેવાનોને પેજસમિતિઓ સુપરત કરી હતી. બોટાદમાં પણ ભાજપ પ્રમુખે કાર્યકરોના મહત્વની વાત કરી. ભાજપમાં કાર્યકરો જ સર્વોપરી છે અને તેમનું મહત્વ પક્ષમાં જળવાવું જ જોઈએ તેવી ટકોર પણ ભાજપ પ્રમુખે કરી હતી. ભાજપના કાર્યકરો ટેકનોલોજી ના માધ્યમથી સરકારની યોજનાઓ અને તેનો લાભ લોકો સુધી પહોંચાડે તે માટે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં લીધેલા નિર્ણયો અને જાહેર કરેલી યોજનાઓની પણ તેમણે માહિતી આપી હતી.
વડોદરામાં પ્રદિપસિંહ જાડેજાનો હુંકાર, યુવતીની છેડતી કરનારની ખેર નથી
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લાના પ્રવાસે છે જ્યાં તેમણે પેજ પ્રમુખોને માર્ગદર્શન આપવાની સાથે સરપંચો સાથે પણ સંવાદ કર્યો. ભાજપ પ્રમુખ બન્યા બાદ તમામ જિલ્લાઓનો પ્રવાસ કરવાના છે ત્યારે દર સપ્તાહે 1-2 જિલ્લાઓની મુલાકાત લઈ ત્યાંના કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ વર્ષ 2022ના મિશન 182 અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ને ધ્યાનમાં રાખીને કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યા છે. પ્રમુખ બન્યા બાદ તમામ જિલ્લાઓનો પ્રવાસ પૂર્ણ કરવાનો તેમનો લક્ષ્યાંક છે. આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓના પ્રવાસનું પણ આયોજન કરાઈ રહ્યું છે જેમાં સરપંચ સંમેલનો અને પેજસમિતિની રચના પર.વિશેષ ધ્યાન રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube