ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત પોલીસમાં ફરી એકવાર બદલીનો ગંજીપો ચિપાયો છે. 22 પોલીસ ઈન્સ્પેકટરો (બિન હથિયાર ધારી)ની બદલીના આદેશ અપાયા છે. ડીજીપી કચેરીએ ગુજરાતના 22 પોલીસ ઈન્પેક્ટરની બદલીના આદેશ કર્યા છે. ફરી એકવાર બિન હથિયારધારી પીઆઇની બદલીનો દોર આવ્યો છે. ત્યારબાદ રાજ્યના 63 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. રાજ્યના 63 બિન હથીયારી PSIની બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અસલી ખેલ તો હવે શરૂ થશે; જાણો અંબાલાલ પટેલની ઘાતક અતિવૃષ્ટીની આગાહી


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડીજીપી વિકાસ સહાય દ્વારા  22 પીઆઇની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી છે. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવે છે તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. 



આ સિવાય કે.એન. ભુકાણ જેઓ હાલમાં રાજકોટમાં ફરજ બજાવે છે તેમને અમદાવાદમાં મુકવામાં આવ્યા છે. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી છે. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવે છે તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી છે.



63 પીએસઆઈ બદલી કરવામાં આવી છે તેમની યાદી નીચે મુજબ છે.