ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં ફરવા નીકળેલા યંગસ્ટર્સ સાથે દુર્ઘટના ઘટી છે. અડાલજ નર્મદા કેનાલમાં ચાર મિત્રો સનસેટ જોવા કેનાલમાં ગયા હતા. કેનાલમાં એક યુવકનો પગ લપસી જતા તેને બચાવવા ગયેલા ચારેય મિત્રો કેનાલમાં ડૂબ્યા હતા. જેમાં ત્રણ યુવાઓનો આબાદ બચાવ થયો એક યુવકની લાશ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત સાંજે આ બનાવ બન્યો હતો. એસજી હાઈવે પર આગળ જતા અડાલજ કેનાલ આવેલી છે. આ કેનાલને અડીને વોટર સાઈડ હોટલ આવેલી છે. નિરમા યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ વોટર સાઈડ હોટલમાં જમવા ગયા હતા. જેમાં એક વિદ્યાર્થીની પણ સામેલ હતા. ચારેય વિદ્યાર્થીઓ હોટલ પાસેની કેનાલ પાસે સનસેટ જોવા માટે પહોંચ્યા હતા. જેમાં એક યુવક કેનાલમાં લપસ્યો હતો. જેમાં અન્ય ત્રણ યંગસ્ટર્સ તેને બચાવવા ગયા હતા. પરંતુ યુવક બચી શક્યો ન હતો.


આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. યુવકને શોધવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ યુવક બચી શક્યો ન હતો. તેનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. જેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.