ગાંધીનગર : બે દિવસમાં ત્રણ માસુમ બાળકીઓ પર દુષ્કર્મ ગુજારી તે પૈકીની એક બાળકી પર હત્યા કરનારા નરાધમને પોલીસે ઝડપી લીધો છે. જો કે પોલીસ તપાસમાં આરોપીએ એવા ચોંકાવનારા ખુલાસા કર્યા કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી મોબાઇલ પર પોર્ન ફિલ્મ નિહાળ્યા બાદ દારૂનો નશો કરીને ગુનાને અંજામ આપતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારનાં બનાવો ભવિષ્યમાં ન બને તે માટે વાલીએ જ સાવચેત રહેવું જરૂરી છે. કોઇ પણ અજાણી જગ્યાએ કે સોસાયટીમાં બાળકોને એકલા નહી છોડવા ઉપરાંત કોઇ અજાણી વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ કરતો જણાય તો તેના પર નજર રાખવી અથવા પોલીસને જાણ કરવી. આ ઉપરાંત બાળકને પણ કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે જતું ન રહેવા માટે સમજાવવા જરૂરી બન્યા છે. 


ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકીઓ પર દુષ્કર્મની ઘટના બની હત્યારે ત્રણેય બાળકીઓ પર દુષ્કર્મ આરોપીએ જ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. ત્રણ દિવસ અગાઉ રાંચરડાની સીમમાં એખ પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારો તથા ખાત્રજ ચોકડી પાસેથી ત્રણ વર્ષનની બાળકીનું અપહરણ કરી ખુન કર્યા બાદ તેના પર દુષ્કર્મ કરી મૃતદેહને ગરનાળામાં ફેંકી દેનાર સાઇકો કિલર વિજય પોપટજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ઝડપવામાં લોકલ ક્રાઇમબ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની પોલીસ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.