બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યમાં ફરી એક વાર બઢતી અને બદલીનો દોર શરૂ થઈ ગયો છે. ગઈકાલે 6 IAS અધિકારીઓને પોસ્ટિંગ આપ્યું હતું. આ તરફ આજે ફરી 4 IAS અધિકારીઓને બઢતી અપાઈ છે. ચાર IAS અધિકારીઓને અગ્ર સચિવ તરીકે બઢતી અપાઈ છે, જેમાં ધનંજય દ્વિવેદીને નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં જ અગ્ર સચિવ તરીકે બઢતી અપાઈ છે. જે વર્તમાનમાં આ વિભાગમાં જ સચિવ તરીકે ફરજ બજાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડૉ. એસ. મુરલી કૃષ્ણને પણ આદિજાતિ વિકાસ વિભાગના સચિવમાંથી અગ્ર સચિવની બઢતી આપાઈ છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત સંજીવ કુમારની રેન્કમાં વધારો કરાયો છે જેમને અગ્ર સચિવની રેન્ક અપાઈ છે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગના અગ્ર સચિવ તરીકે મોહમ્મદ શાહિદને બઢતી આપાઈ છે, જે પણ અગાઉ આ જ વિભાગના સચિવ તરીકે કામગીરા કરી રહ્યાં છે. 


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


જાણો કોની ક્યાં થઈ બદલી?