ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર (gandhinagar) માં તરછોડાયેલા બાળક મામલે હાલ પોલીસ પણ ગૂંચવાઈ છે. આખરે કેમ ક્યાંયથી પણ બાળકના વાલીનો કોઈ સંપર્ક થઈ નથી રહ્યો છે. પોલીસ ગાંધીનગરના સીસીટીવી ફંગોળી રહી છે, જેથી માસુમના માતાપિતા સુધી પહોંચી શકાય. પરંતુ હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી. તો બીજી તરફ, ગાંધીનગરમાં તરછોડાયેલા આવેલા બાળકને દત્તક લેવા માટે સરવાણી ફૂટી છે. અનેક લોકો બાળકને જોવા અને તેને દત્તક લેવાની માહિતી મેળવવા સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી (Harsh Sanghvi) પણ બાળકને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી બાળક માટે સૂચના આપી - ગૃહરાજ્ય મંત્રી
હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પોલીસની સાત ટીમ અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. સીસીટીવીના તપાસ ચાલી રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ને પણ તપાસમાં જોડવા સૂચના અપાઈ છે. ટીમે આખી રાત કરી છે, અને તે હજી પણ ચાલુ છે. આશા છે કે, જલ્દી જ બાળકને મૂકી જનાર શખ્સ પકડાશે. લોકોની લાગણી આ બાળક સાથે છે. આજે મુખ્યમંત્રી પણ આ મામલે સૂચના આપી છે. અમે તબીબોને પણ બાળકની યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. હાલ બાળક એકદમ સ્વસ્થ છે. ભાજપના કોર્પોરેટર દિપ્તીબેન અને પૂર્વ ધારાસભ્ય રાતથી જ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે. મારી જનતાને અપીલ છે કે, આ તસવીરને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવો. બાળક વિશે કોઈ પણ માહિતી હોય તો આપો. જેથી પોલીસને કેસ સોલ્વ કરવામાં વધુ મદદ મળશે. સોશિયલ મીડિયાનો તમે આજે સાચા અર્થમાં ઉપયોગ કરી શકશો, આ તક તમારા હાથમાં છે. 



100 પોલીસ કર્મી બાળકના વાલીને શોધવામાં લાગ્યા
100 થી વધુ પોલીસ કર્મીઓ બાળકના પરિવારજનને શોધવામાં કામે લાગી. તો 7 જેટલી મહિલા પોલીસની ટીમને પણ કામમાં સામેલ કરાઈ છે. બાળકના વાલીને શોધવા માટે 70 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. તો સાથે જ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરાઈ છે. ઓવર ઓલ ઇન્ડિયના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ ટેલિફોનિક જાણ કરાઈ છે, જેથી વહેલામાં વહેલી તકે બાળકના વાલીવારસ સુધી પહોંચી શકાય. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. LCB ના ઉચ્ચ અધિકારીઓ ગૌશાળા પહોંચ્યા છે. ગૌશાળાના સંચાલક બાપજી ગૌશાળાથી રવાના થયા છે. અલગ અલગ દિશામાં LCB એ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં બાળક જ્યાંથી મળી આવ્યું તે નજીકના વિસ્તારમાં અંડરપાસ પાસેના CCTV તપાસવા પણ આદેશ કરાયા છે.