Gandhinagar: CM વિજય રૂપાણીએ ચૂંટણી રદ્દ કરવા અંગે પંચને પત્ર લખીને કરી વિનંતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકુફ રાખવા માટે અપીલ કરી છે. કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકુફ રાખવા માટે અપીલ કરી છે. કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.
GUJARAT: આવતી કાલથી પાન મસાલાનાં ગલ્લાઓ થઇ રહ્યા છે બંધ, સ્ટોક કરી લેજો નહી તો...
મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું કે, આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજમાં રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
દર્દીની ચિંતા દર્દીના સગાની પણ ચિંતા, કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં હવે મળશે આ ખાસ સુવિધા
રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ચૂંટણી કમિશનને કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ZEE 24 Kalak દ્વારા આ અંગે એક અભિયાન પણ ચલાવાયું હતું. જે હવે રંગ લાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube