ગાંધીનગર : દલિત,આદિવાસી,OBCનું મહાસંમેલન, જમીન માંગ મુદ્દે 26મી જાન્યુ. સુધી સરકારને આપ્યું અલ્ટિમેટમ
જમીનની માંગનો મુદ્દો મહત્વનો છે. 1 લાખ 2 હજાર લાખ દાવા હજી પેન્ડિંગ છે. માત્ર 7 હજાર દાવા મંજૂર કરાયા છે. ત્યારે આગામી 26મી જાન્યુઆરી સુધી રાજ્ય સરકારને અલ્ટિમેટમ અપાયું છે.
ગાંધીનગર: જમીન અધિકાર ઝુંબેશ ગુજરાત ના નેજા હેઠળ દલિત આદિવાસી અને અન્ય પછાત વર્ગોના જમીન વિહોણા કુંટુંબોને જમીનના અધિકારના બાબતે તેમજ જમીનને લગતા બંધારણીય અધિકારો માટે દલિત આદિવાસી સમુદાયનું મહાસંમેલન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દલિત,આદિવાસી,OBCનું મહાસંમેલન સેકટર-6 ખાતે યોજાયુ હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દલિતો અને આદિવાસીઓ જોડાયા હતા. તેમની માંગ હતી કે જમીનવિહોણા લોકો પાસે જે છેતરપિંડીની ઘટના બનતાં તેમને જમીન આપવામાં આવે. આજે બંધારણીય દિવસની ઉજવણી કરાઇ છે.
ત્યારે લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને દેખાવો કરીને સભા યોજી હતી. સાંથણીની જમીન, જંગલ જમીનના હકની માંગણી સાથે ગાંધીનગરના સેક્ટર 6 ખાતે આવેલા રામકથા મેદાનમાં જમીન અધિકાર ઝુંબેશના નેજા હેઠળ આ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સાંથણીની જમીન અને જંગલના જમીનનો હક નહિ અપાય તો આવનાર દિવસોમાં આંદોલન કરીશું એવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે પરંતુ કબજો ન આપવામાં આવતા સંમેલન યોજવામાં આવ્યું હતું.
જમીનની માંગનો મુદ્દો મહત્વનો છે. 1 લાખ 2 હજાર લાખ દાવા હજી પેન્ડિંગ છે. માત્ર 7 હજાર દાવા મંજૂર કરાયા છે. ત્યારે આગામી 26મી જાન્યુઆરી સુધી રાજ્ય સરકારને અલ્ટિમેટમ અપાયું છે. સરકાર આ મુદ્દાનું નિરાકરણ લાવે તો નહીંતર આગામી દિવસોમાં દલિતો અને આદિવાસીઓ દ્વારા સરકારી કાર્યક્રમનો વિરોધ કરી સત્રમાં જમીન હક માટે માંગ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાષ્ટ્રીય દલિત આધિકાર મંચ દ્વારા ચાંદખેડામાં દલિતોએ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં નીકળવાની હતી. જો કે છેલ્લા ઘણા સમયથી જીગ્નેશ મેવાણી દલિતોના કાર્યક્રમમાં હાજરી આપતા નથી ત્યારે આ રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. જો કે નવાઈ ની વાત એ રહી કે આ રેલીમાં દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ગેરહાજર હોવા છતાં રાષ્ટ્રીય દલિત આધિકાર મંચના કન્વીનરોની આગેવાનીથી રેલીની શરૂઆત કરાઇ હતી. જો કે છેલ્લા ઘણા સમય થી જીગ્નેશ મેવાણી સમાજના કાર્યક્રમમાં પાંખી હાજરી આપે છે. જીજ્ઞેશ મેવાણી રાજકીય કામ માટે હાલ મુંબઇ છે એમ જાણવા મળ્યું છે.
રાષ્ટ્રીય દલિત આધિકાર મંચ દ્વારા ચાંદખેડામાં દલિતોએ રેલીનું આયોજન કર્યું હતું જ્યાં બંધારણ બચાવવાની વાત અને લોક જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં બાઈક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં બાઈક લઈને દલિતો રેલીમાં જોડાયા હતા જો કે નવાઈની વાત એ છે કે પોલીસ પણ હાજર છે ત્યારે બાઈક રેલીમાં ટ્રાફિક નિયમનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.