હિતલ પારેખ/ગાંધીનગર :સરકારની કામગીરીમાં લાંચિયાઓને ડામવા માટે મહેસૂલ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. કેબિનેટ બેઠક બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ કહ્યું કે, સરકારી કર્મચારી લાંચ (corruption) માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરો. આ સાથે જ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતની જનતાને અપીલ કરી કે, તમારું કામ કરવા માટે કર્મચારી પૈસા માંગે તો તેમનો વીડિયો બનાવો. કામ કરવા માટે પૈસા માંગનાર સામે પગલાં લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંચિયા કર્મચારીઓને મહેસુલ મંત્રીની ખુલ્લી ચીમકી 
લાંચિયા કર્મચારીઓને મહેસુલ મંત્રીએ ખુલ્લી ચીમકી આપી છે. મહેસુલ વિભાગના કર્મચારી અધિકારીઓ પૈસા માગતા હોય તો તેમનો વીડિયો રેકોર્ડિંગ કરી લેવા લોકોને અપીલ કરી છે. આ મામલે મહેસૂલ મંત્રીએ જણાવ્યુ હતું કે, મહેસુલ વિભાગમાં તમામ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. તેમની સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરાશે. મહેસુલ વિભાગ કેટલીક ટીમો બનાવવામાં આવી રહી છે, તે કલેકટર ઓફિસમાં સીધી જઈને ચકાસણી કરશે. લોકોના પેન્ડિંગ પ્રશ્નોના ઝડપથી નિકાલ આવે એ દિશામાં કામગીરી કરવામાં આવશે. 


આ પણ વાંચો : ઓનલાઇન જુગાર રમવાની લત અમદાવાદી યુવાનોને લૂંટ કરવા સુધી લઈ ગઈ


અધિકારીઓ સામે પગલા લેવાશે 
તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી પાસે પણ કેટલીક ફરિયાદો પણ આવી છે, તેની સામે ચકાસણી કરીને પગલાં લેવાશે. અધિકારીઓ સામે પણ જરૂર પડે વિભાગીય કાર્યવાહી કરી શકાય છે. કેટલીક ફરિયાદો એવી પણ છે કે અધિકારી નકારાત્મક વલણ લઈને હુકમ કરતા હોય છે. આવા કિસ્સા પણ અમારા ધ્યાનમાં આવ્યા છે. જે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિની સહયોગથી લખાણો થઈ મિલકત તબદીલ થઇ હોય તેવા કિસ્સા પણ કાને પડ્યા છે. ત્યારે નવા કિસ્સા ધ્યાનમાં આવે છે કે તેમાંથી સરકારની આવક જાય છે. જેથી કામ કરવા માટે કર્મચારીઓ કામ કરવા માટે પૈસા માગતો હોય તો તેનું વિડીયો રેકોર્ડિંગ કરી લેવા તેમણે અપીલ કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તેવી મહેસુલ મંત્રીએ ખુલ્લી ચીમકી આપી છે.