Gandhinagar : ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન સમયે 8 યુવાનોના ડૂબવાથી મોત નિપજ્યા. મેશ્વો નદીમાં ડૂબેલા 8 લોકોની આજે અંતિમયાત્રા નીકળશે. ત્યારે આખા સોગઠી ગામમાં ગમગીની છવાઈ છે. મૃતકો તમામ 30 વર્ષની નીચેના યુવાનો છે. ત્યારે વ્હાલસોયા દીકરાઓના મોતથી પરિવારોમાં હચમચાદી દે તેવું હૈયાફાટ રુદન જોવા મળ્યુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોગઠી ગામમાં હૈયાફાટ રુદન
દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે ડૂબી જવાથી 8 લોકોનાં મોત નીપજ્યા છે. 8 વ્યક્તિનાં મોત થયા હોવાની કરૂણાંતિકા સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં મૃતક યુવાનોના પરિવારોમાં આક્રંદ છવાઇ ગયો છે. વાસણા સોગઠી ગામ નજીક મેશ્વો નદીમાં ગણેશવિસર્જન વખતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. ત્યારે નદીમાં ઉતરેલા 9 વ્યક્તિઓ ઉંડા પાણીમાં ડૂબવા લાગતા કિનારે ઉભેલા લોકોએ ભારે બુમરાણ મચાવી મુકી હતી. બનાવની જાણ થતાં દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આઠ વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવી હતી. જ્યારે 1 ડૂબતા યુવાનને બચાવી લેવાયો હતો. પાંચ મૃતદેહને દહેગામના સરકારી દવાખાના ખાતે અને ત્રણ મૃતદેહને રખિયાલ ખાતેના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયા હતા. 


 


અમેરિકામાં ફરી મંદી આવી! એક-બે નહિ, 452 કંપનીઓએ શટર પાડી દીધા