ઝી બ્યુરો, અમદાવાદ: ગાંધીનગર સચિવાલય ખાતે આજે કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા નર્મદા નિગમની જમીન શાખાનો સામાન ઉઠાવીને લઇ જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર સચિવાલયય ખાતે સરદાર સરોવર નિગમની જમીન શાખામાં વડોદરાના અભોળ ગામના કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી સહિતનો સામાન ઉઠાવીને લઇ જતા હતા. જે જોઈ શાખાના કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ મામલે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તેઓ આ સમાન કેમ લઇ જઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.


અમદાવાદની ફિટનેસ ટ્રેનરના મનમાં એવું તો શું હતું કે સાતમાં માળેથી કૂદી ગઈ, આપઘાત પાછળનું આ છે કારણ


ત્યારે આ મામલે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમને અમારું વળતર મળ્યું નથી. વર્ષ 1986 થી 225 રૂપિયા અમારું વળતર ચૂકવવાનું બાકી છે. અમે બે વખત વોરંટ લઇને આવ્યા પરંતુ નર્મદા નિગમે અમે અમારું વળતર ચૂકવ્યું જ નહીં. તેથી અમે ફરી આવ્યા અને અમારા બાકી વળતરના બદલામાં ઓફિસનો સામાન લઇ જઈ રહ્યા છીએ. જોકે, આ મામલે ખેડૂતોના વકીલે જણાવ્યું હતું કે, 1988 માં વડોદરાના અભોળ ગામની જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે જમીનનું વળતર પ્રતિ વારે આપવા નક્કી કરાયું હતું. હાઈકોર્ટે 1625 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. પરંતુ સંપાદન ખાતાએ 1400 રૂપિયા ચૂકવ્યા હતા અને 225 રૂપિયા આપ્યા ન હતા તેથી કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.


શું છે સમગ્ર મામલો?
પાદરાના અભોળ ગામના ખેડૂતોએ 1987 માં પોતાની જમીન સંપાદિત કરવા આપી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ અને જમીન સંપાદન ખાતા દ્વારા જમીન સંપાદિત કરી અને કેનાલ બનાવવામાં આવી હતી. સરકાર દ્વારા આ ખેડૂતોને વર્ષ 1990માં વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રતિ વારે પિયત જમીનના રૂપિયા 225 અને બિનપિયત જમીનના રૂપિયા 150 નક્કી કરાયા હતા. જોકે, વળતરની રકમ ઓછી હોવાથી ગામના ખેડૂતોએ વડોદરાના એડિશનલ સિનિયર સિવિલ જજ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. જેમાં સરકાર દ્વારા સંપાદિત જમીનનું ઓછુ વળતર ચુકવવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.


ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે! સાચવજો, આગામી 3 દિવસ રેડ એલર્ટ


વર્ષ 2021માં કેસની સુનાવણીમાં કોર્ટે પિયત જમીનના પ્રતિ વારે 225 રૂપિયાને બદલે 1725 રૂપિયા અને બિન પિયત જમીનના 1300 રૂપિયા વળતર આપવાનો ચુકાદો આપ્યો હતો. જે બાદ વર્ષ 2003 માં નર્મદા નિગમે વળતરની રકમ વધારે હોવાનું જણાવી હાઈકોર્ટમાં અગાઉ નીચલી કોર્ટે આપેલા ચુકાદાને પડકાર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન 100 રૂપિયાનો ઘટાડો કરી 1625 રૂપિયા પિયત જમીનનું વળતર ચુકવવા કહ્યું હતું અને અન્ય હુકમ વડોદરા કોર્ટે આપ્યા મુજબ જ રાખ્યો હતો.


જોકે, ત્યારબાદ જમીન સંપાદન ખાતા દ્વારા વર્ષ 2005 હાઈકોર્ટના ચુકાદા અનુસાર 1625 રૂપિયામાંથી 1400 રૂપિયા પ્રતિ વારે જમીનનું વળતરની રકમ વડોદરા કોર્ટમાં જમા કરાવી હતી. જ્યારે બાકીના 225 રૂપિયાની રકમ બાકી રાખવામાં આવી હતી. જે બાદ કેટલાક ખેડૂતોએ સમાધાન કરી લીધું તો કેટલાક ખેડૂતોએ કેસ પાછો ખેંચી લીધો હતો. પરંતુ 27 જેટલા ખેડૂતોએ બાકી રૂપિયા માટે વડોદરા કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2019 તે અરજીની સુવનાણી દરમિયાન કોર્ટે ગાંધીનગર સ્થિત સરદાર સરોવર નિગમની જમીન શાખાની જંગમ મિલકત જપ્ત કરવા વોરંટ ઈસ્યુ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube