હિતલ પારેખ/ ગાંધીનગર: છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી. કલોલ ફાયર બિગેડના બે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન જારી છે. સદનસીબે કોઇ જાનહાની સર્જાઈ નથી. કલોલ તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારનો અકસ્માત, પતિ-પત્નીનું મોત; બાળકીનો આબાદ બચાવ


છત્રાલ જીઆઇડીસીમાં આવેલ દેવ નંદન ફેક્ટરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અંદાજે ફેક્ટરીમાં રૂપિયા 1.50 કરોડનું નુકસાન પહોંચ્યું છે. આશરે પાંચ જેટલા ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવા માટે કામે લાગી ગયા હતા. પરંતુ જ્વલનશીલ કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હાજર હતો. હાલ આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube