બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ છે. જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે. 


  • મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી 30 સપ્ટેબરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)નો પ્રવાસ કરશે

  • ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી 03 ઓક્ટોબરે મજુરા, 07 ઓક્ટોબરે વડોદરા શહેર (અકોટા વિધાનસભા), અને 8 ઓક્ટોબરે અમદાવાદ શહેરનો કરશે પ્રવાસ

  • શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, 7 ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને 8 ઓક્ટોબરે રાજકોટ શહેરનો કરશે પ્રવાસ

  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબર વિસનગર, 7 ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લો અને 8 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લાનો કરશે પ્રવાસ

  • માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી 3 ઓક્ટોબરે સુરત પશ્ચિમ, 7 ઓક્ટોબરે ભરુચ અને 8 ઓક્ટોબરે નર્મદા જિલ્લાનો કરશે પ્રવાસ

  • કૃષિમંત્રી રાઘવજી પટેલ 3 ઓક્ટોબરે જામનગર ગ્રામ્ય, 7 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા અને 8 ઓક્ટોબરે જુનાગઢ શહેરનો કરશે પ્રવાસ

  • આરોગ્યમંત્રી  કનુ દેસાઇ  7ઓક્ટોબરે નવસારી,8 ઓક્ટોબરે સુરત શહેર અને 9 ઓક્ટોબરે પારડીનો કરશે પ્રવાસ

  • વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા 3 ઓક્ટોબરે લીમડી, 7 ઓક્ટોબરે જામનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે જામનગર શહેરનો કરશે પ્રવાસ

  • પુરવઠા મંત્રી  નરેશ પટેલ  3 ઓક્ટોબરે સુરત જીલ્લો, 1 ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને 2 ઓક્ટોબરે નવસારી જિલ્લાનો કરશે પ્રવાસ

  • સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  પ્રદીપ પરમાર 7 ઓક્ટોબરે બનાસકાંઠા,8 ઓક્ટોબરે કચ્છ અને 10 ઓક્ટોબરે અસારવા ખાતે કરશે પ્રવાસ

  • ગ્રામ વિકાસ મંત્રી  અર્જુનસિંહ ચૌહાણ 3 ઓક્ટોબરે મહેમદાબાદ,7 ઓક્ટોબરે આણંદ અને 8 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાનો કરશે પ્રવાસ


રાજ્ય કક્ષાના મંત્રીઓનો પ્રવાસ ક્યાં?


  • જગદીશ પંચાલ 7 ઓક્ટોબરે ખેડા, 8 ઓક્ટોબરે ગાંધીનગર અને 9 ઓક્ટોબરે નિકોલ વિધાનસભાનો કરશે પ્રવાસ

  • બ્રિજેશ મેરજા 3 ઓક્ટોબરે મોરબી, 7 ઓક્ટોબરે પોરબંદર અને 8 ઓક્ટોબરે સુરેન્દ્રનગર જિલ્લાનો કરશે પ્રવાસ

  • જીતુ ચૌધરી  30 સપ્ટેબરે તાપી, 1ઓક્ટોબરે સુરત જીલ્લો અને  2 ઓક્ટોબરે ડાંગ 3 ઓક્ટોબરે કપરાડાનો કરશે પ્રવાસ

  • મનીષાબેન વકીલ 30 સપ્ટેમ્બરે મહીસાગર, 1 ઓક્ટોબરે આણંદ, 2 ઓક્ટોબરે વડોદરા શહેર (વાડી શહેર અને માંજલપુર) કરશે પ્રવાસ

  • મુકેશ પટેલ 3 ઓક્ટોબરે ઓલપાડ, 7 ઓક્ટોબરે વલસાડ અને  8 ઓક્ટોબરે નવસારી જિલ્લાનો કરશે પ્રવાસ

  • નિમિષાબેન સુથાર  30 સપ્ટેમ્બરે છોટા-ઉદેપુર, 1 ઓક્ટોબરે પંચમહાલ, 2 ઓક્ટોબરે મોરવા હડફનો કરશે પ્રવાસ

  • અરવિંદ રૈયાણી 3 ઓક્ટોબરે રાજકોટ પૂર્વ, 7 ઓક્ટોબરે મોરબી અને 8 ઓક્ટોબરે બોટાદ જિલ્લાનો કરશે પ્રવાસ

  • ડૉ.કુબેર ડિંડોર 30 સપ્ટેમ્બરે અરવલ્લી, 1 ઓક્ટોબરે દાહોદ અને 2 ઓક્ટોબરે સંતરામપૂર ખાતે કરશે પ્રવાસ

  • કીર્તિસિંહ વાઘેલા 30 સપ્ટેબરે સાબરકાંઠા,1 ઓક્ટોબરે મહેસાણા અને  2 ઓક્ટોબરે કાંકરેજ જિલ્લાનો કરશે પ્રવાસ

  • ગજેન્દ્રસિંહ પરમાર 30 સપ્ટેબરે પાટણ,1 ઓક્ટોબરે બનાસકાંઠા અને 2 ઓક્ટોબરે પ્રાંતિજ જિલ્લાનો કરશે પ્રવાસ