ઉપરી અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળી PSI પોતાના ઘરેથી રહસ્યમય રીતે થયા ગુમ
થોડાક દિવસો પેહલા વડોદરામાં એક પીએસાઈ એ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી. જેમાં આત્મહત્યા પાછળનું કારણ એ હતું કે તેઓ નોકરીના બોઝથી કંટાળી ગયા હતા અને આ અંતિમ પગલું ભર્યું હતું. ત્યારબાદ ફરી ગાંધીનગર ખાતે રેહતા એક પીએસાઈએ પોતાના ઉપરી અધિકારીના માનસિક ત્રાસના કારણે ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયા છે. પીએસાઈ અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
જાવેદ સૈયદ, અમદાવાદ: થોડાક દિવસો પેહલા વડોદરામાં એક પીએસાઈ એ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી. જેમાં આત્મહત્યા પાછળનું કારણ એ હતું કે તેઓ નોકરીના બોઝથી કંટાળી ગયા હતા અને આ અંતિમ પગલું ભર્યું હતું. ત્યારબાદ ફરી ગાંધીનગર ખાતે રેહતા એક પીએસાઈએ પોતાના ઉપરી અધિકારીના માનસિક ત્રાસના કારણે ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયા છે. પીએસાઈ અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
ગાંધીનગરના રાયસણમાં શુકન હાઇટ્સ ખાતે રહેતા અનિલ પરમાર આઈબીમાં પીએસાઈ તરીકે ફરજ બજાવે છે. તે થોડાક સમય પેહલા જામ ખાભાડીયા ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન જુલી કોટિયા અને નીતા દેસાઈ તેમના ઉપરી અધિકારી હતા. અનિલ પરમારના પરિવારના આક્ષેપ મુજબ અનિલ તેમના વિસ્તારમાં ચાલી રહેલા તમામ અસામાજિક કામો બંધ કરાવી દીધા હતા. તે તેમના ઉપરી અધિકારોઓને પસંદ ન હતા. જેથી પીએસાઈ પર અજાણ્યા લોકો દ્વારા આક્ષેપો કરતી અરજી અને ફરિયાદ કરી હતી. જેની તપાસ ત્યાંના Dy.SP જુલી કોટિયાએ કરી હતી અને અવાર નવાર જુલી કોટિયા અને અન્ય પોલીસ અધિકારી નીતા દેસાઈ અનિલ પરમારને અવાર નવાર ડ્રેસને લઈને અને અન્ય કારણોસર માનસિક ત્રાસ આપત હતા.
આ અરજી અને ફરિયાદ બાદ અનિલ પરમારની બદલી ગાંધીનગર ખાતે આઈબીમાં થઇ ગઈ હતી, જ્યાં પણ તેમને ઉપરી અધિકારી દ્વારા જાતિ વાચક શબ્દો અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવતા અંતે તેમને ગઈકાલે નોકરી જવાનું કહી રાત સુધી પરત ના ફરતા તેમની પત્નીને ઘરમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં તેમને પોતે ઉપરી અધિકારીઓથી કંટાળી ગયા હતા. જેથી આ પગલું ભરી હતું જેથી તેઓ કહ્યા વગર ચાલ્યા જતા તેમની ૪ વર્ષની માસુમ પુત્રી અને પત્ની અને પરિવારમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.
ગુમ PSI અનિલ પરમારની અક્ષરસહ ચિઠ્ઠી
'ગોડફાધર હોય તેને કાંઈ નહીં, મારા જેવાને સામાન્ય વાતમાં સજા'
અમદાવાદ, બુધવાર
હુ આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડ ફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહી, અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય, ઉપરી અધિકારીઓ તેમને આપેલ સત્તાનો દુરપયોગ કરે છે. અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમકે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિક્રૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો અમારા એ.સી.આઈ. નિતાબેન દેસાઈ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી કેમ કે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચ મેટ અને મિત્ર છે. ઓફીસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરૃ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફીસ ટાઈમથી ત્રણ મિનિટ વહેલા નિકળી ગયા. આશા હું શું કરૃ આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ.
'મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ ખોટી અરજી કરનારાઓ સામે કાર્યવાહી કરી ન્યાય અપાવજો'
આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું મને માફ કરે જ ને મારી કાળજાના કટકા જેવી દિકરી માહીનું ધ્યાન રાખજે. હું મારી દિકરીનો પણ ગુનેગાર છું કેમકે હું એવા સમયે તેને છોડી જાવ છું કે જ્યારે તેને મારા હાથની જરૃર છે. દિકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઈશ તો તું આ આઘાત સહન નહીં કરી શકે એટલે મે જુનાગઢથી રાજેશભાઈને કામના બહાને બોલાવ્યા છે. હું કાઈ કાયર નથી પણ આ બધા અધિકારીઓએ મને એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દિકરીના સમ ખાય કવ છું કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. ઉપરના બધા આક્ષેપો ખોટા ને ઉપજાવી કાઢેલા છે જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચુ કવ છું. મારા બધા પરીવારજનો મારા બાબતે દુઃખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઈ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કર જે. મારા મોટાભાઈ, ભાભી હું તમારો ગુન્હેગાર છું મને માફ કરજો.
રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ મોડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિષ કરજે.
રાજુ મારી ખાતાકીય તપાસની ફાઈલમાં એક ચીઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવું કરજે. હું ફરી કવ છું કે હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાક ને ક્યાક ફસાવતા જ જશે તો હું શું કરૃ? હું પણ મારા મિત્ર ASI શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકું તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહિનું ધ્યાન રાખજે. અલવિદા...
''તેરી દુનિયાસે હો કર મજબૂર ચલા મેં બહોત દૂર બહોત દૂર ચલા'' - અનિલ