ગાંધીનગર : ધોરણ 12 તમામ પ્રવાહના નિયમિત ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 બોર્ડનાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેમના માટે આ ખુબ જ મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, તેઓ દ્વારા નિયત પદ્ધતી અનુસાર પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ જો કોઇ વિદ્યાર્થીને અસંતોષ હોય તો તેઓ પરીક્ષા પણ આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેની તક પણ આપવામાં આવશે. પોતાના પરિણામોથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. કઇ રીતે પરીક્ષા આપી શકશે અને તે માટે શું કરવું પડશે તે અંગેની ગાઇડ લાઇન પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેના અનુસાર વિદ્યાર્થીઓએ ગુણાંકન પદ્ધતિ અનુસાર મેળવેલા પરિણામ પ્રસિદ્ધ થવાના 15 દિવસમાં બોર્ડમાં જમા કરાવવાનું રહેશે. 


પરીક્ષા યોજવા અંગેનો કાર્યક્રમ બોર્ડ દ્વારા ટૂંકમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થી પરિણામથી અસંતુષ્ટ હોય અને પરિણામ જમા કરાવશે એમને બોર્ડ દ્વારા પરીક્ષામાં બેસવાની તક બોર્ડ દ્વારા આપવામાં આવશે. પરીક્ષા અંગેનો કાર્યક્રમ પણ ટુંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા આપ્યા બાદ પરીક્ષાનું પરિણામ જ અંતિમ ગણાશે. અગાઉ અપાયેલું પરિણામ આપોઆપ રદ્દ થઇને નવી માર્કશીટ વિદ્યાર્થીને પરીક્ષાના મુલ્યાંકનના આધારે ફાળવી દેવાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube