ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું: પોલીસની બસને ઘેરી ઉથલાવવાનો પ્રયાસ
શાહીબાગમાં શહીદ સ્મારક નજીક માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું પણ આયોજન કરાયું છે. માજી સૈનિકો અને શહીદ પરિવારના હક્કને લઈને સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને પોલીસ મંજૂરી મળી નથી.
અર્પણ કાયદાવાલા/ગાંધીનગર: આજે ગાંધીનગરમાં સરકાર સામે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. પડતર મંગણીઓને લઈને માજી સાનિકો આંદોલનના માર્ગે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. સરકાર સમક્ષ રહેલી પોતાની પડતર માંગણીઓને લઈમે એકઠા થયા છે. જેમાં મળતી માહિતી પ્રમાણે પોલીસે અમુક માજી સૈનિકોની અટકાયત કરી છે. એટલું જ નહીં, પોલીસે માજી સૈનિકોની રેલીને પણ અટકાવી દીધી છે. બીજી બાજુ માજી સૈનિકોએ પોલીસને બસને ઘેરી લીધી છે અને તેને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે.
શાહીબાગમાં શહીદ સ્મારક નજીક માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું પણ આયોજન કરાયું છે. માજી સૈનિકો અને શહીદ પરિવારના હક્કને લઈને સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને પોલીસ મંજૂરી મળી નથી. માજી સૈનિક હિત માટે વિવિધ કલ્યાણ લક્ષી મુદ્દાઓની લડત શરૂ કરી છે. શાહીબાગ શહીદ સ્મારકથી ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું આયોજન કરાયું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube